હિન્દ ન્યુઝ, ડાંગ
ગિરિમથક સાપુતારા ને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર : SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના ‘નંદી ઉતારા’ મેજર બ્રિજની સ્ટ્રેન્ધનીંગની કામગીરી પ્રગતિમાં છે. જેમાં ગનાઇટીંગ અને ગ્રાઉટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રીજ સરકાર દ્વારા નીમવામાં આવેલ બ્રીજ કન્સલ્ટન્ટ દ્વારા ચકાસણી કરી વધુમાં વધુ ૨૫ ટન સુધીની વજન ક્ષમતા ધરાવતા વાહનોને સ્ટ્રીક્ટ ટ્રાફિક કન્ટ્રોલ સાથે પસાર થવા અભિપ્રાય આપવામાં આવેલ છે. જેથી બ્રીજ પરથી ૨૫ ટન સુધીની વજન ક્ષમતા ધરાવતા વાહનોને સ્ટ્રટીક્ટ ટ્રાફિક કન્ટ્રોલ સાથે પસાર થવા દેવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત મળેલ હોઇ ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સુ શાલિની દુહાન દ્વારા આ અંગે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ -૩૩ (૧) (બી) અન્વ્યેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
કાર્યપાલક ઈજનેર, ડાંગ (મા×મ) વિભાગ (રાજય) હસ્તકના વઘઈ પેટા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વઘઇ-સાપુતારા રોડ પરના આ બ્રિજનુ નિર્માણ સને ૧૯૫૯/૬૦ દરમિયાન કરાયુ હતુ. ૧૦૮ મીટરની લંબાઈ ધરાવતા આ મેજર બ્રિજને બંધ કરાતા, અહીંથી પસાર થતા ભારે કોમર્શિયલ વાહનોને જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગ (૧) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બિલ્ધા-આવધા-ધરમપુર રોડ, તથા (૨) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બોપી-કાવડેજ-વાંસદા રોડનો ઉપયોગ કરવા એક જાહેરનામા દ્વારા જણાવાયુ છે.
આ હુકમ GSRTC નિગમની બસો, દૂધવહન કરતાં દૂધશીત કેન્દ્ર/દૂધમંડળીનામ વાહનો, જિલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા મુક્તિ આપવામાં આવેલ વાહનોને લાગુ પડશે નહી.
ડાંગના જિલ્લા મેજીસ્ટ્રેટ સુ શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર તેનો ભંગ/ઉલ્લઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરી શકે છે. ડાંગ જિલ્લામા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારી તથા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હસ્તકના કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર સહિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને આ જાહેરનામાની અમલવારી અંગે સૂચના આપવામા આવી છે.
