હિન્દ ન્યુઝ, બોટાદ યોગ માત્ર એક કસરત નથી, પરંતુ શરીર અને મનને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. મેદસ્વિતા પર કાબૂ મેળવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે ગુજરાત યોગ બોર્ડનાં યોગ ક્લાસ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી શરૂ થયેલી યોગદિનની પરંપરાએ આજે દરેક જિલ્લામાં યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવી દીધો છે. એ જ કડીમાં બોટાદના યોગ ક્લાસમાં પણ અનેક યોગ સાધકો દરરોજ તંદુરસ્તીનો સંદેશ ફેલાવી રહ્યાં છે. બોટાદ…
Read MoreDay: September 8, 2025
સપ્ટેમ્બર-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧૯/૦૯/૨૦૨૫ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ સપ્ટેમ્બર-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧૯/૦૯/૨૦૨૫ને શુક્રવારના રોજ ૧૧-૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧-૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે. આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાના પ્રશ્નો તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Read Moreબોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી-2
બોટાદ “શ્રી જનડા પ્રાથમિક શાળામાં વિજય સાહેબ વિજ્ઞાન વિષય ભણાવે એટલે અમને બધા પ્રયોગો સમજાઈ જાય…” આ શબ્દો છે જનડા પ્રાથમિક શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના… આજનો સમય વિજ્ઞાન, ટેક્નોલોજી અને સ્પર્ધાનો સમય છે. એવા સમયમાં શિક્ષણનું માધ્યમ માત્ર શીખવાડવાનું નથી રહ્યું, પણ બાળકના સર્વાંગી વિકાસ તરફ દોરી જતું કાર્ય બની ગયું છે. આપણી સરકારી શાળાઓમાં આ કાર્ય બખૂબીથી થઈ રહ્યુ છે. શ્રી જનડા પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક વિજયકુમાર મકવાણાને તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગઢડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષકએ પોતાના…
Read Moreબોટાદ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૯/૨૦૨૫ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ સપ્ટેમ્બર-૨૦૨૫ના માસનો જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૯/૨૦૨૫ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં ૨જાના દિવસો સિવાય કલેકટર…
Read Moreજાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ ફરમાવતુ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ચાલુ માસ સપ્ટેંબર-૨૦૨૫ તથા આગામી ઓક્ટોબર-૨૦૨૫ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવાં કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ…
Read Moreબોટાદ જિલ્લા પોલીસ તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન
હિન્દ ન્યુઝ, બોટાદ ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25થી 12/09/25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અન્વયે જોટિંગડા પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ શાળાના આચાર્ય પ્રવિણસિંહ વનારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એન. મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા સારા અને…
Read Moreબોટાદ જિલ્લા વહીવટી તંત્રે લોકોની આસ્થા અને સલામતીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના વહીવટી તંત્રે લોકોની આસ્થા અને સલામતીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવી છે. શહેરના કૃષ્ણસાગર તળાવ ખાતે ખાસ ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. વિસર્જન માટે આવતા ભક્તો પાસેથી ફાયર વિભાગના કર્મીઓ મૂર્તિ લઈ તેને પાણીમાં વિસર્જિત કરે છે જેથી લોકો પોતે પાણીમાં ઊતરવાની જરૂર ન પડે અને કોઈ જોખમ ન રહે.
Read Moreબોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી
હિન્દ ન્યુઝ, બોટાદ વિદ્યાર્થીઓ પાસે શાળાએ નહીં જવાનું તો કોઈ બહાનું જ નથી… અને બહાનું હોય પણ શા માટે? પ્રાકૃતિક વાતાવરણમાં સુંદર મજાની શાળા.. અને શાળામાં ખૂબ જ સહકાર આપતા પરિવાર જેવા શિક્ષકો… આજે વાત આવી બોટાદ જિલ્લાની આવી જ એક રમણીય શાળાની અને સકુશળ શિક્ષકની… “વર્ગને સ્વર્ગ” બનાવવાની નેમ સાથે અને શાળાને શ્રેષ્ઠ બનાવવાનાં હેતુ સાથે તા.૨૪-૮-૨૦૧૩થી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં જલાલપુર પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક વિપુલસિંહ પરમાર… વિપુલભાઈ ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રૂચિ વધે તે માટે શિક્ષકશ્રી…
Read Moreબોટાદ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનાર શાળાઓનું સન્માન કરાયું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની મનુભાઈ એ. શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, શિક્ષણ સમિતિના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ વિવિધ પદાધિકારીઓ અને તમામ માન્ય સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોના હાથે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ માર્ચ-2025માં ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ લાવનાર 19 સરકારી માધ્યમિક…
Read Moreગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને બોટાદમાં 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી
“એક પેડ માં કે નામ 2.0 અભિયાન” હિન્દ ન્યુઝ, બોટાદ “એક પેડ માં કે નામ 2.00 અભિયાન” અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ, બોટાદ દ્વારા બોટાદની પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, “દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતને “લીલુંછમ ભારત” બનાવવાની નેમ લીધી છે. તે અનુસંધાને આપણી પણ જવાબદારી સવિશેષ વધી જાય છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં વન મહોત્સવ…
Read More