હિન્દ ન્યુઝ, બોટાદ
સપ્ટેમ્બર-૨૦૨૫ના માસનો જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૯/૨૦૨૫ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજવામાં આવનાર છે.
આ ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં ૨જાના દિવસો સિવાય કલેકટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટર, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
