હિન્દ ન્યુઝ, લાખણી
કોરોના કાળ નો સેકન્ડ ટર્મ એટલે કે ઘર ઘર મોત નો માતમ, 10 દિવસ ના ગાળા માં ન કોઈ ગામ કે ન કોઈ ઘર બચ્યું મોટા ભાગના ઘરો થી અનેક લોકો એ જીવ ગુમાવ્યા હતા.એ પરિસ્થિતિ યાદ આવતા જ હાલ પન કંપારી આવી જાય છે ત્યારે ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વધુ નુકશાન ન જાય એ માટે શહેરો ની સાથે ગામડા પણ સજ્જ બન્યા છે એ મુજબ લાખણી ના ઘાણા ગામે ખેડૂત આગેવાન દોલાભાઇ ખાગડા એ શાળા ના બાળકો ને આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરી સચેત બનવાની હાકલ કરી હતી હાલ સંક્રમણ નું પ્રમાણ નિહવત છે પણ વાયરલ રોગ નું પ્રમાણ વધુ છે જે આ ઉકાળો રામબાણ સાબિત થાય એમ છે.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી