હિન્દ ન્યુઝ, બોટાદ
યોગ માત્ર એક કસરત નથી, પરંતુ શરીર અને મનને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. મેદસ્વિતા પર કાબૂ મેળવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે ગુજરાત યોગ બોર્ડનાં યોગ ક્લાસ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી શરૂ થયેલી યોગદિનની પરંપરાએ આજે દરેક જિલ્લામાં યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવી દીધો છે. એ જ કડીમાં બોટાદના યોગ ક્લાસમાં પણ અનેક યોગ સાધકો દરરોજ તંદુરસ્તીનો સંદેશ ફેલાવી રહ્યાં છે.
બોટાદ જિલ્લામાં યોગ સાથે ગણપતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે યોગ કોર્ડીનેટર નિપાબેન બગડીયા દ્વારા બધાને સાથે રાખી યોગ કરીને તહેવાર ઉજવણી કરવામાં આવી હતી અને આમ જનતાને યોગ કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવી હતી.
