હિન્દ ન્યુઝ, બોટાદ
બાગાયત વિભાગ બોટાદ દ્વારા “ લીંબુ પાક પરિસંવાદ ” વિષય ઉપર એક દિવસીય ખેડૂત સેમિનારનું આયોજન બરવાળા તાલુકામાં કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ તેમજ આજુબાજુનાં જિલ્લામાંથી ૧૦૦ થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે નાયબ બાગાયત નિયામકશ્રી , બોટાદ તેમજ અમરેલી અને ભાવનગરથી બાગાયત વિભાગનાં અધિકારીઓ તેમજ KVK લોકભારતી સણોશરાથી વૈજ્ઞાનિક ઉપસ્થિત રહી ખેડૂતોને લીંબુ પાકની વિવિધ જાતો, ખાતર, રોગ અને જીવાત નિયંત્રણ તેમજ લીંબુ પાકમાં મૂલ્ય વર્ધન અને બાગાયત ખાતાની સહાય લક્ષી યોજનાઓ, તથા પ્રાકૃતિક કૃષિ અને PMFME યોજના વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અંતમાં ખેડૂતોને લીંબુ પાકમાં મુંઝવતા પ્રશ્નો વિશે ચર્ચાઓ કરી ખેડૂતોનાં પ્રતિભાવોથી કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
