બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત હડદડ પ્રાથમિક માધ્યમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ 

            ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25 થી 12/09/25 સુધી 10 દિવસ સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ તા.02/09/25 ના રોજ હડદડ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

             આ કાર્યક્રમ અંતર્ગત DHEW ના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા મહિલા બાળ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયાલિસ્ટ નીતાબેન ભેડા વિવિધ હેલ્પલાઇન વિશે, હાઈજીન વિશે માહિતી આપી હતી. 

            Pbsc સેન્ટરનાં કાઉન્સેલર રીંકલબેન મકવાણા દ્વારા ગુડ ટચ બેડ ટચ તેમજ કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહિલા પોલીસ સ્ટેશન બોટાદ PSI એસ. એન. મકવાણા દ્વારા વિદ્યાર્થીનીઓને મૂંઝવતા પ્રશ્નો તેમજ આગળની કારકિર્દી વિશે માર્ગદર્શન પૂરું પાડી તેમજ સી ટીમમાંથી કોન્સ્ટેબલ વંદનાબેન દ્વારા સી ટીમની કામગીરી વિવિધ તહેવારો દરમિયાન સી ટીમની ફરજો વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. 

              સખી વનસ્ટોપ સેન્ટરના કેસ વર્કર મિનાજબેન દ્વારા સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ 181 અભયમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ દ્વારા 181ની કામગીરી, તેમાં આવતાં કેસો વિશે તેમજ એપ ડાઉનલોડ કરવા માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

           આ કાર્યક્રમ શાળાનાં પ્રિન્સિપાલની સહમતી અને સ્ટાફના સહકારથી સફળ બનાવવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment