દિવાળીનાં તહેવારો દરમ્યાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેનાં પરવાનો- જમીન ભાડે મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓ તા. ૩ ઓક્ટોબર સુધી અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        દિવાળી-૨૦૨૫ અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઇચ્છુક વેચાણકર્તાઓને તથા ફટાકડાનાં વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ઘરાવતા વ્યકિતઓને જણાવવામાં આવે છે કે, આગામી તા.૨૦/૧૦/૨૦૨૫નાં દિવાળીનાં તહેવારો દરમ્યાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ તા.૦૩/૧૦/૨૦૨૫ સુધીમાં પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા, ધોરણસરની પરવાનાં ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઈસન્સ પૈકી કોઇપણ બે આધારોની નકલો તથા ફટાકડા વેચાણની જગ્યાનાં નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે રજુ કરવા જણાવવામાં આવે…

Read More

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રસ્તા બંધ/ડાઈવર્ઝન માટે નગરજનોને જાણકારી

હિન્દ ન્યુઝ, આણંદ     કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે ગરવાલના જણાવ્યા મુજબ આણંદ શહેરની જાહેર જનતાને જણાવાયુ છે કે, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાવર બજાર અશોક સ્થંભ પાસે કપાસિયા બજાર જય અંબે હિન્દુ હોટલ થી લોટિયા ભાગોળ ભાથીજી મંદિર તરફ જતાં અને દાંડી માર્ગને જોડતો રોડને તોડી નવીન આર.સી.સી.રોડ નું આયોજન કરેલ હોઈ આર.સી.સી.રોડ બનાવવાની કામગીરી ઝડપ થી પૂર્ણ કરવાની હોય આ રસ્તો તા.૧૧/૦૯/૨૦૨૫ રાત્રે ૧૨:૦૦ કલાક થી તા.૧૦/૧૦/૨૦૨૫ રાત્રે ૧૨:૦૦ કલાક સુધી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે તથા જાહેર જનતાની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે રૂટ…

Read More

દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ    બોરસદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ બોરસદ અને આંકલાવ તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં બોરસદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને અરજી કરવાની રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણના લાયસન્સ મેળવવા માટે નિયત નમૂનાની અરજી પર રૂપિયા ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ, “૦૦૭૦” બીજી વહીવટી સેવાઓ (OAS) સદરે રૂપિયા ૩૦૦/- જમા કર્યા…

Read More

પેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ,     Bનેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત પેટલાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.       ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ટીબીના કોઈ પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ એ ટીબી ની વેહલી તપાસ કરાવવી જોઈએ, વ્યસન મુક્ત બનવું જોઈ, ટીબી ની દવા લેતા દર્દી એ નિયમિત દવા લેવી જોઈએ, દરેક સરકારી દવાખાને ટીબી મફત તાપસ કરવામાં આવે છે અને મફત સારવાર પણ આપવામાં આવે છે તેનો લાભ લેવો જોઈએ અને ભારત સરકાર દ્વારા ટીબીના…

Read More

આણંદ ખાતે પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદના સંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલએ જણાવ્યું હતું કે,સ્કૂલમાં જવા માટેની પૂર્વ તૈયારી સ્વરૂપે પા..પા..પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.જે અન્વયે સમગ્ર વર્ષ દરમિયાન ભુલકાઓએ કરેલ પ્રવૃતિઓને મંચ પૂરું પાડવા માટે ભૂલકા મેળો અગત્યનું માધ્યમ બની રહ્યો છે. બાળકોના સર્વાગી વિકાસ માટે આ મુજબના ભૂલકા મેળાનું આયોજન તાલુકા કક્ષાએ પણ થવુ…

Read More

બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત હડદડ પ્રાથમિક માધ્યમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ              ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25 થી 12/09/25 સુધી 10 દિવસ સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ તા.02/09/25 ના રોજ હડદડ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.              આ કાર્યક્રમ અંતર્ગત DHEW ના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા મહિલા બાળ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયાલિસ્ટ નીતાબેન ભેડા વિવિધ હેલ્પલાઇન…

Read More

બોટાદ બાગાયત વિભાગ દ્વારા “ લીંબુ પાક પરિસંવાદ ” વિષય ઉપર એક દિવસીય ખેડૂત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ               બાગાયત વિભાગ બોટાદ દ્વારા “ લીંબુ પાક પરિસંવાદ ” વિષય ઉપર એક દિવસીય ખેડૂત સેમિનારનું આયોજન બરવાળા તાલુકામાં કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ તેમજ આજુબાજુનાં જિલ્લામાંથી ૧૦૦ થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.             આ તકે નાયબ બાગાયત નિયામકશ્રી , બોટાદ તેમજ અમરેલી અને ભાવનગરથી બાગાયત વિભાગનાં અધિકારીઓ તેમજ KVK લોકભારતી સણોશરાથી વૈજ્ઞાનિક ઉપસ્થિત રહી ખેડૂતોને લીંબુ પાકની વિવિધ જાતો, ખાતર, રોગ અને જીવાત નિયંત્રણ તેમજ લીંબુ પાકમાં મૂલ્ય વર્ધન અને બાગાયત ખાતાની સહાય લક્ષી યોજનાઓ, તથા…

Read More

ગુજરાત યોગ બોર્ડનાં યોગ ક્લાસ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યાં

હિન્દ ન્યુઝ, બોટાદ                યોગ માત્ર એક કસરત નથી, પરંતુ શરીર અને મનને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. મેદસ્વિતા પર કાબૂ મેળવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે ગુજરાત યોગ બોર્ડનાં યોગ ક્લાસ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યાં છે.            પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી શરૂ થયેલી યોગદિનની પરંપરાએ આજે દરેક જિલ્લામાં યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવી દીધો છે. એ જ કડીમાં બોટાદના યોગ ક્લાસમાં પણ અનેક યોગ સાધકો દરરોજ તંદુરસ્તીનો સંદેશ ફેલાવી રહ્યાં છે.          બોટાદ…

Read More

સપ્ટેમ્બર-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧૯/૦૯/૨૦૨૫ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ       સપ્ટેમ્બર-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧૯/૦૯/૨૦૨૫ને શુક્રવારના રોજ ૧૧-૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧-૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે. આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાના પ્રશ્નો તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Read More

બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી-2

બોટાદ       “શ્રી જનડા પ્રાથમિક શાળામાં વિજય સાહેબ વિજ્ઞાન વિષય ભણાવે એટલે અમને બધા પ્રયોગો સમજાઈ જાય…” આ શબ્દો છે જનડા પ્રાથમિક શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના… આજનો સમય વિજ્ઞાન, ટેક્નોલોજી અને સ્પર્ધાનો સમય છે. એવા સમયમાં શિક્ષણનું માધ્યમ માત્ર શીખવાડવાનું નથી રહ્યું, પણ બાળકના સર્વાંગી વિકાસ તરફ દોરી જતું કાર્ય બની ગયું છે. આપણી સરકારી શાળાઓમાં આ કાર્ય બખૂબીથી થઈ રહ્યુ છે. શ્રી જનડા પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક વિજયકુમાર મકવાણાને તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગઢડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષકએ પોતાના…

Read More