ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા વિશ્રામ ગૃહના કામની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક

હિન્દ ન્યુઝ, ડાંગ     તા: ૨૧: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમા ચાલી રહેલા વિકાસ પ્રકલ્પોની જાત મુલાકાત લઈ જન પ્રતિનિધિઓ કામોનુ નિરીક્ષણ કરી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલે ગિરિમથક સાપુતારા ખાતે માર્ગ અને મકાન વિભાગ હેઠળના ચાલી રહેલા નવિન વિશ્રામ ગૃહના બાંધકામના સ્થળનુ નિરીક્ષણ કરી, કામની પ્રગતિની સમિક્ષા કરી હતી. ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ તથા તેમની ટીમે વિશ્રામ ગૃહ સહિત સર્પગંગા તળાવના વોક વે, અને ગાર્ડન એરિયાનુ પણ નિરીક્ષણ કર્યુ હતુ. અહીં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે તાગ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાપુતારા ખાતે તા.૨૬ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’ નો પ્રારંભ થશે

‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૫’ હિન્દ ન્યુઝ, ડાંગ     તા: ૨૧: ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા.૨૬ જુલાઈના રોજ ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૫’નો ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે.  આગામી તા.૨૬ જુલાઇથી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ એમ કુલ ૨૩ દિવસ સુધી યોજાનાર આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે સવારે ૯.૦૦ કલાકે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર ગુજરાત સહિત ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા ભવ્ય ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે. પ્રથમ દિવસે સાપુતારા ખાતે મુખ્ય સર્કલ પર આવેલા મેદાનમાં મુખ્ય…

Read More

જામનગર-લાલપુર-પોરબંદર રોડ કૈલાશ પેટ્રોલ પંપથી સેવક ભાટિયા જંકશન સુધીના રસ્તા પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર    માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), જામનગરના નિયંત્રણ હેઠળના માર્ગ અને મકાન પેટા વિભાગ, જામજોધપુર હસ્તકના જામનગર-લાલપુર-પોરબંદર રોડ (એસ.એચ.-૨૭) બીટ કિ.મી. ૨૪/૦૦ થી ૨૫/૮૦૦ જે રસ્તાની લંબાઈ ૨.૮૦૦ કી.મી. છે. આ રસ્તા પર હયાત એક મેજર બ્રીજ કિ.મી. ૨૬/૩ પર આવેલ છે. ડીઝાઈન સર્કલ તરફથી થયેલ ઇન્સ્પેકશનમાં બ્રીજની સ્થિતિ ખરાબ જણાવેલ છે. તેમજ મલ્ટી મિડીયા કન્સલ્ટન્ટ દ્વારા પણ બીજનું સ્થળ નિરીક્ષણ કરી ભારે તથા તેનાથી ઉપલી શ્રેણીનાં વાહનો માટે અવર-જવર બંધ રાખવા સૂચન કરેલ છે. કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી રસ્તો બંધ…

Read More

ત્રણ પાટિયા – જામજોધપુર – ખટિયા – કાલાવડ રોડ પર એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાય તમામ ભારે વાહનો માટે પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર      કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, રાજકોટના નિયંત્રણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (કે) ત્રણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર સી.ડી.૮૫/૨, ચેઇનેજ કિ.મી.૮૪/૫૦૦ થી ૮૪/૬૦૦, શેઠવડાળા-નરમાણા વચ્ચે ક્રિષ્ના સ્ટોન ક્રશર પાસેનો માઈનોર બ્રિજ ક્રિટીકલ સ્થિતિમાં હોય, ત્રાણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર એમબ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાય તમામ ભારે/ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.  જે મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (કે) ત્રણ પાટિયા – જામજોધપુર – ખટિયા – કાલાવડ વાળો રોડ એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાયના ભારે / ઓવરલોડેડ વાહનો માટે બંધ…

Read More

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઈને કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે જમીન માપણી, વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, રોડ-રસ્તા અને બ્રિજના બાંધકામના કામોની વર્તમાન સ્થિતિ, સિંચાઈ વિભાગ, જી.એસ.આર.ટી.સી., મહેસુલ,…

Read More

શ્રાવણ માસમાં ખાણી પીણીની હોટલો લારીઓ પર ઓળખ છુપાવી હિન્દુ નામ રાખનારથી સાવધાન કરતી ‘હિન્દુ સેના’

હિન્દ ન્યુઝ, જામનગર     શ્રાવણ માસમાં પવિત્રતા જાળવવા નોનવેજ પર પ્રતિબંધ મૂકવા તેમજ અન્ય ધર્મના લોકો દ્વારા ઓળખ છુપાવી હિન્દુ નામ રાખી ચલાવતા ધંધા પર રોક લગાવવા હિન્દુ સેનાએ સરકાર પાસે કરેલી માંગણી.      ગુજરાતમાં ઘણા સમયથી ગલીએ ખાંચે અને મુખ્ય સ્થાનો પર તેમજ મંદિરોની આસપાસ નોનવેજ, ઈંડાકલી, મટન મચ્છીની દુકાનો, લારીઓના રાફડા ફાટયા છે. શ્રાવણ માસ આવી રહ્યો છે અનેક તહેવારો શ્રદ્ધાપૂર્વક ઉજવવાના હોય તેમ જ લોકોની શ્રદ્ધા અને પવિત્રતા જળવાઈ રહે તે સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગંભીરતા દાખવવી જોઈએ, નાની ગલીઓથી મોટા રસ્તા પર હિન્દુઓના…

Read More

જામનગર હિન્દુ સેનાની આયોજન લક્ષી અગત્યની બેઠક

હિન્દ ન્યુઝ, જામનગર          જામનગર હિન્દુ સેના દ્વારા તા. 21-7-2025 નાં સોમવાર રાત્રે 9.30 થી 10.30 હિન્દુ સેના કાર્યાલય, વિશાલ કોમ્પલેક્ષ, 13 દિગ્વિજય પ્લોટ, અંબિકા ડેરી સામે, જામનગર ખાતે જવાબદારો, હોદ્દેદારોની બેઠક રાખેલ છે. જેમાં શ્રાવણ માસ નિમિત્તે સંગઠનાત્મક કાર્યક્રમો, ગૌચરની જમીનો છોડાવવા માટેની લડત, મહિલાઓ બહેનોને હિન્દુ સેના માં કાર્યરત કરવી, આરોગ્ય તેમજ શિક્ષણને લગતા પ્રશ્નોની વ્યવસ્થા સહિત ના મુદ્દા પર નિર્ણય લેવા માટે હિન્દુ સેના જવાબદાર સૈનિકોની અગત્યની તાત્કાલીન બેઠક રાખેલ છે. જે બેઠક માં શહેર સંયોજક દીપક પિલ્લાઈ, શહેર મંત્રી જીતુભાઈ ગાલા અને જિલ્લા…

Read More

કોડીનાર-જામવાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     માર્ગ અને મકાન વિભાગની ટેકનીકલ સ્ટાફની મુલાકાત દરમિયાન કોડીનાર-જામવાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજનું નિરીક્ષણ કરતા આ બ્રીજની હાલની સ્થિતિ નબળી જણાય છે. જેથી આ સ્ટ્રકચર પરથી ભારે વાહનો ચલાવવા માટે પ્રતિબંધ કરવા સુચન કરાયું હતું. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ જાહેરનામાં અનુસાર આ પુલની ચકાસણી કરતા ભારે વાહનો તે પુલ પરથી પસાર થઈ શકે તે સ્થિતિમાં ન હોય અને જો ભારે વાહન પસાર કરવામાં આવે તો મોટી દુર્ઘટના(જાનહાની) થવાની…

Read More

ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલા મેજર-માઈનોર બ્રીજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      માર્ગ અને મકાન વિભાગની ટેકનીકલ સ્ટાફની મુલાકાત દરમિયાન ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલ મેજર બ્રીજ તેમજ માઈનોર બ્રીજની સ્થિતિ નબળી જણાતાં જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા આ પુલ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે અને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જાહેરનામાં અનુસાર ઉના-ગીરગઢડા-જામવાળાને જોડતા સ્ટેટ હાઈવે-૯૮ પર થોરડી ગામમાંથી પસાર થતી સાંગાવાડી નદી ઉપર આવેલ માઈનોર બ્રીજ તેમજ જામવાળા ગામે તાલાલા તરફ જતા રોડ પર આવેલ શિંગોડા નદી ઉપર આવેલ મેજર બ્રીજની ચકાસણી કરતા ભારે વાહનો તે પુલ પરથી પસાર થઈ શકે તે…

Read More

તા.૨૫ જુલાઈ ના રોજ અમદાવાદ ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ     ગુજરાતના વસવાટ કરતા માજી સૈનિકો માટે રોજગાર મેળા નું આયોજન આગામી તારીખ ૨૫ મી જુલાઈ શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાક થી બપોરના ૧૩-૦૦ કલાક સુધી અમદાવાદ કેન્ટ ખાતે કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળા નો લાભ લેવા માટે ઓનલાઇન પોર્ટલ પર www.esmhire.com નોંધણી કરવાની રહેશે. આ રોજગાર મેળા સંબંધી વધુ માહિતી માટે જોઈન્ટ ડાયરેક્ટર DRZ (S) ૦૨૦૨૬૩ ૪૧૨૧૭ અને જોઈન્ટ ડાયરેક્ટર DGR (C) ૦૧૧૨૦૮૬૨૫૪૨, તથા seopadgr@desw.gov.in અને dirsedgr@ desw.gov.in ઉપર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવસવાટ અધિકારી, વડોદરા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Read More