ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા વિશ્રામ ગૃહના કામની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક

હિન્દ ન્યુઝ, ડાંગ

    તા: ૨૧: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમા ચાલી રહેલા વિકાસ પ્રકલ્પોની જાત મુલાકાત લઈ જન પ્રતિનિધિઓ કામોનુ નિરીક્ષણ કરી રહ્યા છે.

આ કામગીરીના ભાગરૂપે ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલે ગિરિમથક સાપુતારા ખાતે માર્ગ અને મકાન વિભાગ હેઠળના ચાલી રહેલા નવિન વિશ્રામ ગૃહના બાંધકામના સ્થળનુ નિરીક્ષણ કરી, કામની પ્રગતિની સમિક્ષા કરી હતી.

ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ તથા તેમની ટીમે વિશ્રામ ગૃહ સહિત સર્પગંગા તળાવના વોક વે, અને ગાર્ડન એરિયાનુ પણ નિરીક્ષણ કર્યુ હતુ. અહીં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે તાગ મેળવી પટેલે ખૂટતી સુવિધાઓ બાબતે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા.

 વિજયભાઇ પટેલની આ મુલાકાત વેળાએ પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment