ત્રણ પાટિયા – જામજોધપુર – ખટિયા – કાલાવડ રોડ પર એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાય તમામ ભારે વાહનો માટે પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર 

    કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, રાજકોટના નિયંત્રણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (કે) ત્રણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર સી.ડી.૮૫/૨, ચેઇનેજ કિ.મી.૮૪/૫૦૦ થી ૮૪/૬૦૦, શેઠવડાળા-નરમાણા વચ્ચે ક્રિષ્ના સ્ટોન ક્રશર પાસેનો માઈનોર બ્રિજ ક્રિટીકલ સ્થિતિમાં હોય, ત્રાણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર એમબ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાય તમામ ભારે/ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 

જે મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (કે) ત્રણ પાટિયા – જામજોધપુર – ખટિયા – કાલાવડ વાળો રોડ એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાયના ભારે / ઓવરલોડેડ વાહનો માટે બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે ભાણવડથી કાલાવડ તરફ જતા ભારે વાહનો માટે ભાણવડ-ત્રણ પાટિયા- લાલપુર બાયપાસ – ઠેબા ચોકડી –કાલાવડ રોડ તથા કાલાવડથી ભાણવડ તરફ જતા ભારે વાહનો માટે કાલાવડ – ઠેબા ચોકડી – લાલપુર બાયપાસ – લાલપુર – ત્રણ પાટિયા – ભાણવડ રોડ ઉપયોગમાં લેવાનો રહેશે. 

આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment