જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે 3 સગર્ભા માતા સાથે વિડીયો કોલિંગ તેમજ ૧ સગર્ભા માતા સાથે ટેલિફોનિક સંવાદ કરી સ્તનપાનના ફાયદા વિશે સમજ આપી

ગોધરા,

વિશ્વમાં દર વર્ષે ઓગસ્ટમાં સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સ્તનપાન સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સપ્તાહના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ દ્વારા ચાર સગર્ભા માતાઓ સાથે સંવાદ દરમિયાન સગર્ભા માતાના ખબર અંતર પૂછી બાળકના સર્વોત્તમ વિકાસ અને વૃદ્ધિ માટે માતાનું પહેલું ધાવણ ખુબજ જરૂરી હોવાની સાથે પહેલા ૧૦૦૦ દિવસમાં બાળકનો વૃદ્ઘિ અને વિકાસ ઝડપથી થાય છે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતુ.

આ દિવસોમાં બાળકની જો વિશેષ કાળજી રાખવામા આવશે તો બાળકની તંદુરસ્તી માટે આજીવન મદદરૂપ બની રહે છે તેની સમજ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ માતાનું પહેલું પીળું ઘટ્ટ દૂધ બાળક માટે જીવનની પહેલી રસી સમાન છે, તેમ સગર્ભા માતાઓને સમજાવી એક કલાકમા પહેલું પીળું ઘટ્ટ દૂધ બાળકને ચોક્કસ પીવડાવવા શીખ આપી હતી. માતાના દૂધ સિવાયના કોઈપણ પદાર્થો બાળકને ન આપવા જોઇએ, કારણ કે તે બાળકના વિકાસ માટે અવરોધક છે તેટલુ જ નહીં પણ તે બાળકને બીમાર પણ પાડી શકે છે, તેમ જણાવી પહેલા છ મહિના સુધી બાળકને ફક્ત સ્તનપાન કરાવજો પાણી પણ ન આપશો, તેમ જણાવી પરિવારના દરેક સભ્યોને અને ખાસ કરીને પતિને પણ બાળ ઉછેરમા મદદરૂપ થવા કહ્યું હતું.

રિપોર્ટર : સુફિયાન કઠડી, ગોધરા

Related posts

Leave a Comment