હેરી પોટર સિરીઝના એક્ટરે નવી ફિલ્મનું ખોટું અનાઉન્સમેન્ટ કર્યું, ફેન્સ બોલ્યા- આશા તોડવાની હિંમત કેમ થઇ

હોલિવૂડ ડેસ્ક: હેરી પોટર સિરીઝની છેલ્લી ફિલ્મને રિલીઝ થયાને 8 વર્ષ થઇ ચૂક્યા છે. ત્યારબાદ પણ પોટરના ફેનબેસમાં જરાપણ ઘટાડો થયો નથી. તેનું ઉદાહરણ લાઈવ મળ્યું જ્યારે ફિલ્મમાં નેવિલ લોન્ગબોટમનો રોલ પ્લે કરનાર મેથ્યુ લુઈસે ટવીટ કરીને આગામી ફિલ્મની જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે હેરી પોટરની નેક્સ્ટ ફિલ્મનું શૂટિંગ જૂની સ્ટારકાસ્ટ સાથે 2020માં ફરીથી શરૂ થઇ રહ્યું છે. જોકે આ વાતની હકીકત ત્યારે ખબર પડી જ્યારે ફેન્સે તેની ઝાટકણી કરી.

મેથ્યુએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક લિંક શેર કરીને જણાવ્યું કે હેરી પોટર તેની ઓરિજિનલ કાસ્ટ સાથે 2020માં આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તેનું ટ્વીટ વાઇરલ થતા જ ફેન્સ ફિલ્મ માટે ઉત્સુક હતા. જોકે પછી હકીકત જાણ્યા બાદ ફેન્સે નારાજગી જતાવી હતી. તે ટ્વીટમાં મેથ્યુએ અમેરિકામાં થનાર જનરલ ઈલેક્શનની લિંક શેર કરી હતી. તેણે વોટર્સને ચૂંટણીમાં રજિસ્ટર કરવા માટે અપીલ કરી હતી.

ફેન્સ ભડક્યા
મેથ્યુનું ટ્વીટ એક મજાક છે તે જાણ્યા બાદ પોટરના ફેન્સમાં નિરાશા છવાઈ ગઈ હતી. ઘણા યુઝર્સે એક્ટરને થોડા કડવા વેણ પણ કહ્યા. એક યુઝરે લખ્યું કે અમારી આશા તોડવાની હિંમત કઈ રીતે થઇ.

હેરી પોટર સિરીઝ બ્રિટિશ રાઇટર જોકે રોલિંગની બુક પર આધારિત છે. ફિલ્મમાં ડેનિયલ રેડક્લિફ હેરી પોટરના રોલમાં હતો. 2011માં સિરીઝની છેલ્લી ફિલ્મ ‘હેરી પોટર એન્ડ ડેથલી હેલોસ 2’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મે 134 કરોડ ડોલરની કમાણી કરી હતી જે સિરીઝની સૌથી સફળ ફિલ્મ સાબિત થઇ હતી.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment