સાઉદી અરબના રાજકુમાર જેકેટ- સ્પોર્ટ્સ શૂઝમાં દેખાયા, સોશિયલ મીડિયા પર છવાયા

રિયાધ: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. સલમાને રિયાધમાં ફોર્મ્યુલા ઇ રેસ દરમિયાન બ્રિટિશ બેન્ડનું જેકેટ પહેર્યું હતું. તેમણે પારંપરિક સફેદ પહેરવેશ પર આ જેકેટ પહેર્યું હતું. સાથે જ સનગ્લાસ અને સ્પોર્ટ્સ શૂઝ પણ પહેર્યા હતા. ત્યારથી મધ્ય-પૂર્વ અને પશ્ચિમ ફેશનના આ મિશ્રણના સોશિયલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે.
ઝુકરબર્ગ સાથેની મુલાકાત દરમિયાન શર્ટ, બ્લેઝર અને જીન્સમાં દેખાયા હતા
એક યુઝરે આ જેકેટ ઓનલાઇન શોધી કાઢી. સાથે લખ્યું કે આ તેની સૌથી મોટી જાહેરાત છે. સલમાન 2016માં પણ અમેરિકામાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ સાથેની મુલાકાત દરમિયાન શર્ટ, બ્લેઝર અને જીન્સમાં દેખાયા હતા. સલમાને સાઉદીમાં સુધારવાદી પરિવર્તન કર્યું છે. જેમાં સિનેમા, કોન્સર્ટ અને મહિલાઓના ડ્રાઇવિંગ પરનો પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment