હિન્દ ન્યુઝ, બનાસકાંઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે આયોજિત સમારોહમાં આરોગ્ય, શિક્ષણ, વીજ પુરવઠો, રોડ-રસ્તા તેમજ શહેરી વિકાસને લગતા ₹55.68 કરોડના 19 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ₹302.69 કરોડના 38 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત બનાસકાંઠા જિલ્લાના વિકાસને ગતિ આપતા કુલ ₹358.37 કરોડના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સેચ્યુરેશનના સંકલ્પ સાથે છેવાડાના માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા…
Read MoreMonth: July 2025
અકસ્માત નિવારણ માટે ગુજરાતનો પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ રોલર ક્રેશ બેરીયર
હિન્દ ન્યુઝ, ડાંગ તા: ૨૪ ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઈ-સાપુતારા રોડ અગત્યનો આંતર રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતિય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઊંડી ખીણો તેમજ ભયજનક વળાંક વાળા વિસ્તારો આવેલા છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગના કુલ ૧૧ જેટલા ભયજનક વળાંકોમા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ‘રોલર ક્રેશ બેરીયર’નો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે. ડાંગ જિલ્લામા ગત દિવસો કરતા હાલ અકસ્માતોના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્ય…
Read Moreराजभवन में उत्तर मध्य क्षेत्र सांस्कृतिक केंद्र, प्रयागराज की शासी निकाय की ऑनलाइन बैठक सम्पन्न
हिन्द न्यूज़, उत्तर प्रदेश उत्तर प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल की अध्यक्षता में आज राजभवन में उत्तर मध्य क्षेत्र सांस्कृतिक केंद्र, प्रयागराज की शासी निकाय की ऑनलाइन बैठक सम्पन्न हुई। बैठक में विविध एजेंडा बिन्दुओं पर विस्तार से चर्चा हुई तथा समिति के सदस्यगणों का सुझाव मांगा गया व अनुमोदन हेतु राज्यपाल जी के समक्ष विवरण प्रस्तुत किए गए। आज सम्पन्न हुई बैठक से वर्चुअली जुड़ते हुए राज्यपाल जी ने कहा कि सांस्कृतिक केंद्र द्वारा संबंधित राज्यो में विविध सांस्कृतिक…
Read Moreપ્રાકૃતિક ખેતીમાં આંબા, ખારેક, ચારો, શાકભાજી સહિતની ખેતી સાથે તેનું મૂલ્યવર્ધન કરીને દેશ-વિદેશમાં વેચાણ કરી નફો રળતા કિશોરભાઇ અન્ય ખેડૂત માટે પ્રેરણારૂપ
હિન્દ ન્યુઝ, ભુજ આજના સમયમાં રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણ બંનેને મોટાપાયે નુકશાન થઇ રહ્યું છે ત્યારે કચ્છના માંડવી તાલુકાના નાની વીરાણીમાં ખેતી કરતા કિશોર ઠાકરશી પાસડ ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈનધર્મના સિંધ્ધાત મુજબ જીવહિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૭૦ વર્ષના કિશોરભાઇ ૧૫ વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી ત્યારથી અત્યારસુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી. પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિધ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે. આટલું જ નહીં, પરંતુ તેના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન…
Read Moreપ્રાકૃતિક ખેતપેદાશોનું મૂલ્યવર્ધન ખેડૂતો માટે બની રહ્યું છે નાકાણીય સમૃદ્ધિનું સાધન
હિન્દ ન્યુઝ, મોરબી “કિસાન સન્માન નિધિના હપ્તા અને સરકારના સહકાર થકી પ્રાકૃતિક ખેતી બની ઝીરો બજેટ ખેતી” – ખેડૂત અશોકકુમાર પરેચા મોડલ ફાર્મ ધરાવતા મોરબી પાસેના લખધીરનગર (નવાગામ)ના ખેડૂતે ખારેક, ડ્રેગન ફ્રુટ, સરગવો, હળદર, કઠોળ, મગફળી, તલની પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધિ મેળવી મગફળી – તલ પાકોનું તેલ કઢાવી આનુસંગિક આવકમાં પણ કરે છે વધારો ખેડૂતનું સાહસ અને સરકારની સહાયના સંગમ થકી કૃષિ ક્ષેત્ર બની રહ્યું છે સમૃદ્ધ પ્રાકૃતિક ખેતીના તમામ ઘટકો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પામાં પારંગતતા મેળવી તેનો ભરપૂર કરે છે ઉપયોગ
Read Moreમેદસ્વિતા અને ફૂડ એપ્લિકેશન…આશીર્વાદ કે અભિશાપ?
હિન્દ ન્યુઝ, ભુજ આજના ડિજિટલ યુગમાં ફૂડ એપ્લિકેશન્સે જીવનને એટલું સરળ બનાવ્યું છે કે એક ટેપથી પિઝા, બર્ગર કે બિરયાની ઘરે પહોંચી જાય! પરંતુ આ સગવડ મેદસ્વિતાને નોતરું આપતી હોય તેમ લાગે છે. ઓફિસમાં બેઠાડું જીવન જીવતા કે ઘરે રહેતા ‘આજે કઈંક બહારથી મંગાવી લઈએ’..તેવા મૂડમાં ખોવાયેલા લોકો માટે આ એપ્સ આશીર્વાદ છે કે અભિશાપ? તે વિચારની બાબત બની ગઇ છે. આ પાસાઓને થોડા હાસ્ય અને ગંભીરતા સાથે આપણે સમજીએ…. ફૂડ એપ્લિકેશન્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમારી ક્રેવિંગને ઝડપથી પૂરી કરે છે. રાત્રે 11…
Read Moreસરકાર સંબંધિત યોજનાકીય વિગતો સત્તાવાર મેળવવાનું હવે એકદમ સરળ – એક જ ક્લિકમાં જોડાઇ શકીએ છીએ ‘Gujarat Information’ WhatsApp ચેનલ સાથે
હિન્દ ન્યુઝ, ભુજ રાજય સરકારના માહિતી ખાતાની માહિતી નિયામકની કચેરી, ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત છે. ગાંધીનગર વડી કચેરી અને જિલ્લા સ્તરે કાર્યરત જિલ્લા કચેરી એ રાજય સરકાર અને સમાચાર માધ્યમો વચ્ચે સરકારી વિગતોના આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ કડી છે. એ જ રીતે, વિવિધ સમાચાર માધ્યમોના માધ્યમથી જાહેર જનતાને રાજય સરકારની સત્તાવાર વિગતો મળી શકે તે માટે રાજય સરકારના પ્રચાર-પ્રસારને લગતી કામગીરી સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. જાહેર જનતાને, રાજય સરકારની સત્તાવાર વિગતો સરળતાથી મળી રહે તે માટે માહિતી નિયામકની…
Read Moreગ્રામ પંચાયતના મૂલ્યાંકન આપતું પોર્ટલ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષના ઉપયોગ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યશિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ આહવા ખાતે જિલ્લા કલેકટર સભા ખંડ ખાતે આજે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનઓ તેમજ શાખા અધ્યક્ષ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ વિષય અંગે એક કાર્યશિબિર યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય વિકાસના લક્ષયાંકોના આધારે ભારતીય પરિપ્રેક્ષમાં ભારત સરકાર દ્વારા પંચાયતને વધુ સક્ષમ કરવા માટે પી.એ.આઈ. વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર કામગીરીની સુગમતા અને ગ્રામ પંચાયતની સિદ્ધિને તમામ બાબતોથી મૂલ્યાંકન કરી જિલ્લા કક્ષાએ પરફોર્મન્સ માપવા માટે આ ખ્યાલ વિકસાવવામાં આવેલ છે. આ માટે કેટલાક બહુપરિમાણીય સુચકાંકો જેવા…
Read Moreસરકાર દ્વારા લોન સહિત સબસિડી મળતા દરજી કામના વ્યવસાયને વિકસાવવા ખુબજ મોટી મદદ મળી છે: લાભર્થી અપસાનાબેન
હિન્દ ન્યુઝ, ડાંગ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થીક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનનો અંતર્ગત લોન તથા સબસિડી મળતા આહવાના આપસાનાબેન પટેલ આર્થિક રીતે પગભર બનતા સરકારશ્રીનો આભાર માની રહ્યા છે. અપસનાબેન પટેલ આહવા ગામના રાણી ફાળિયામાં પોતાની દીકરી સાથે રહે છે. તેમના પતિ મજૂરી કામ કરી તેમનું ભરણ પોષણ કરતા હતા. કોઈ દિવસ મજૂરી મળે કે ન પણ મળે તેથી તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. તેઓ પોતાની દીકરીના ભવિષ્ય માટે તથા રોજી રોટી માટે…
Read Moreનખત્રાણાના ૭ મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની માનદવેતનથી હંગામી ધોરણે નિમણૂક કરવાની હોય કુલ સાત કેન્દ્ર સંચાલકની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ તારીખ ૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં મામલતદારશ્રીની કચેરી નખત્રાણા, તાલુકા સેવા સદન, ભુજ-લખપત હાઈવે રોડ, નખત્રાણા ખાતે મોકલી આપવાની રહેશે. આ કેન્દ્રોમાં આણંદસર, માધાપર(મંજલ), કોટડા(રોહા), નાગવીરી, નખત્રાણા, કોટડા(જ) અને મોસુણાનો સમાવેશ થાય છે. આ સાત કેન્દ્રો ઉપર સંચાલક તરીકે નિમણૂક મેળવવા રસ ધરાવતા સ્થાનિક રહેવાસી ધોરણ ૧૦ (સ્થાનિક ઉમેદવાર ધોરણ ૧૦ પાસ હોય એવા આવેદન પ્રાપ્ત…
Read More