હિન્દ ન્યુઝ, મોરબી
“કિસાન સન્માન નિધિના હપ્તા અને સરકારના સહકાર થકી પ્રાકૃતિક ખેતી બની ઝીરો બજેટ ખેતી”
– ખેડૂત અશોકકુમાર પરેચા
મોડલ ફાર્મ ધરાવતા મોરબી પાસેના લખધીરનગર (નવાગામ)ના ખેડૂતે ખારેક, ડ્રેગન ફ્રુટ, સરગવો, હળદર, કઠોળ, મગફળી, તલની પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધિ મેળવી
મગફળી – તલ પાકોનું તેલ કઢાવી આનુસંગિક આવકમાં પણ કરે છે વધારો
ખેડૂતનું સાહસ અને સરકારની સહાયના સંગમ થકી કૃષિ ક્ષેત્ર બની રહ્યું છે સમૃદ્ધ
પ્રાકૃતિક ખેતીના તમામ ઘટકો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પામાં પારંગતતા મેળવી તેનો ભરપૂર કરે છે ઉપયોગ
