આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા વિવિધ એકમો પાસેથી એક જ દિવસમાં વસૂલ કર્યો રૂપિયા ૧.૧૩ લાખ ઉપરાંતનો દંડ

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ હોટલો અને ખાદ્ય સામગ્રી બનાવનાર બેકરી તથા દુકાન લારી ગલ્લા ઉપર જરૂરી સ્વચ્છતા રહે તે માટે વખતો વખત મનપાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવતી હોય છે. આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મનપા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના બેકરી, હરીશ બેકરી, ન્યુ લક્ષ્મી બેકરી, એ વન બેકરી, સિલ્વર સુપર બેકરી અને સદાશિવ બેકરી ખાતે તપાસ કરતા સ્વચ્છતા નો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી વહીવટી ચાર્જ પેટે કુલ રૂપિયા…

Read More

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે “પ્લાસ્ટીક અવેરનેશ” અંગે સેમિનાર યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હિન્દ ન્યુઝ, આણંદ     પ મી જુનને સમગ્ર વિશ્વ “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણીમાં ઔદ્યોગીક એકમો પણ સહભાગી બને તે આશય સાથે ઔદ્યોગીક વસાહતો / એકમોને સાથે રાખીને ઔદ્યોગીક એકમોને “પ્લાસ્ટીક અવેરનેશ” અંગેનું માર્ગદર્શન આપવા માટે આણંદની ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ, જી.આઈ.ડી.સી., નોટીફાઇડ એરીયા ઓફીસ, આણંદ મહાનગર પાલિકા તથા જીવર્તન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક માહિતીસભર કાર્યક્રમ વિઠ્ઠલ ઉદ્યોગ નગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના…

Read More

તાલુકા સ્વાગત કાર્યક્રમ ની તારીખ બદલાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જે આગામી તારીખ ૨૫ મી જૂનના બુધવારના રોજ યોજાનાર હતો, તે હવે આગામી તા.૨૪/૦૬/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે.  આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે.  આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમના પોટૅલ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.  અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી…

Read More

આઈ.ટી.આઈ વાસદમાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો જોગ

હિન્દ ન્યુઝ, આણંદ     ઓગસ્ટ – ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ વાસદમાં ખાતે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે આઈ.ટી.આઈ,વાસદ ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા જણાવાયુ છે. 

Read More

જિલ્લાના કર્મયોગીઓ તથા મુલાકાતીઓ લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરશે તો વીજ વપરાશ ઘટશે અને તંદુરસ્તી વધશે: જિલ્લા કલેકટર

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત હિન્દ ન્યુઝ, આણંદ     રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત લોકોને તંદુરસ્તી માટે જાગૃત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લા સેવાસદનમાં જિલ્લાના કર્મયોગીઓ તથા કચેરીઓમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી માટે જાગૃત બને તેવા હેતુથી જિલ્લા સેવાસદનની સીડીઓ અને લિફ્ટ પાસે ‘યુ બર્ન કેલેરીસ’ના સંદેશાઓ લગાવવામાં આવ્યા છે. આજના સમયમાં બેઠાડું જીવન અને અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું છે.મહદઅંશે બેઠાડું જીવન અને તણાવના કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓ સર્વ સામાન્ય બની…

Read More

વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કરી રાજોડપુરા પ્રાથમિક શાળાની બેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવાઇ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન ને આગળ ધપાવતા આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર દ્વારા તેમના હસ્તકના આણંદ અને ઉમરેઠ તાલુકાઓમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વેસ્ટ પ્લાસ્ટિક બોટલો એકત્ર કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરીને પર્યાવરણ જાગૃતિ નો સંદેશો અને વેસ્ટ માંથી બેસ્ટ કઈ રીતે કરી શકાય તેની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આણંદ અને ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે એક લાખ…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ સેવાકાર્ય બદલ ગઢડાના શિક્ષકને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ 

હિન્દ ન્યુઝ, બોટાદ               બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાની શ્રી બ્રાંચ શાળા નં-૬ના મદદનીશ શિક્ષક વિનોદભાઈ આર. શિયાળને ગુજરાત રાજ્યનાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોષી તેમજ બી. જે. પાઠક (નિવૃત્ત IFS–ગાંધીનગર)ના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” આપી સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરનાં અન્ય ૧૪ રાજ્યનાં કુલ ૧૨૦ જેટલાં શિક્ષકો તેમજ પર્યાવરણ પ્રેમીઓને રાષ્ટ્રીય કક્ષાએ “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” એનાયત કરવામાં આવ્યો છે. જે બદલ વિનોદભાઈને બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.             …

Read More

પેમ્પલેટ્સ અને પોસ્ટર્સ છાપકામ અને પ્રસિદ્ધિ અંગે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ                રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ચૂંટણી દરમ્યાન વ્યકિતગત અથવા રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી પત્રિકાઓ, પેમ્પલેટસ, પોસ્ટરો કે જે કોઈ ચૂંટણી અંગેનું સાહિત્ય પ્રેસમાં છપાવવામાં આવે તેની ચાર નકલો અને પ્રેસના માલિકે (પ્રકાશકે) નમુના-“ક”માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) તેમજ પ્રસિધ્ધ કરનાર વ્યકિતએ નમુના “ખ” માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) સાથે સાહિત્ય છાપકામોની ચાર પ્રતો અત્રેની કચેરીએ તથા બે પ્રતો સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને મોકલવા દરેક પ્રેસ માલિકો/સંચાલકોને લખવામાં આવેલ પત્રની નકલો આ સાથે સામેલ રાખી…

Read More

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જાહેર આરોગ્ય અંગેની મહત્વપૂર્ણ સમિતિઓની સંયુક્ત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જાહેર આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સમિતિઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી.જેમાં સંચારી રોગ અટકાયત સમિતિ, જિલ્લા આરોગ્ય સોસાયટીની ગવર્નીંગ બોડી સમિતિ, તમાકુ નિયંત્રણ સમિતિ, ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), ક્વોલીટી એસ્યોરન્સ સમિતિ, ન્યુટ્રીશન ટાસ્ક ફોર્સ, ફાયર સેફટી સમિતિ, જન્મ-મરણ નોંધણીની સમીક્ષા કમિટી તેમજ ટીબી ફોરમના સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં કલેક્ટર શ્રી ઠક્કરે જિલ્લામાં જાહેર આરોગ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેના સુધાર માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો. સંચારી રોગ અટકાયત સમિતિની…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લેતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા    સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતેના મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લીધી હતી.  ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વન કવચ બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઊભા કરવાની પહેલ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મિયાવાકી પદ્ધતિથી…

Read More