હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જે આગામી તારીખ ૨૫ મી જૂનના બુધવારના રોજ યોજાનાર હતો, તે હવે આગામી તા.૨૪/૦૬/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે.
આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે.
આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમના પોટૅલ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.
અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૪/૦૬/૨૦૨૫ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
જે અરજદારોના પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નોંધણી કરાવીને તે જ દિવસે ૧૧-૦૦ કલાકે જે તે તાલુકા મથકોએ રૂબરૂ જાતે હાજર રહેવા નિવાસી અધિક કલેકટર, આણંદની યાદીમાં જણાવાયું છે.

