હિન્દ ન્યુઝ, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતેના મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરેલા વન કવચની મુલાકાત લીધી હતી.
ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વન કવચ બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઊભા કરવાની પહેલ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મિયાવાકી પદ્ધતિથી વન કવચનું નિર્માણ કરવાનો સરહાનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે આઠ મહિના પહેલા જુદા જુદા લગભગ 25 પ્રકારના 250 જેટલા વૃક્ષો ઉગાડાવામાં આવ્યા છે.
