હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, જિલ્લા વિકાસ અધિકારીએ આકાશવાણી પર જાગૃતિ સંદેશ આપ્યો
ગ્રામસભાઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત ગામ તેમજ સ્વચ્છતા અંગે સમજણ આપતી રેલી સહિતના કાર્યક્રમો યોજાયા

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
પર્યાવરણની જાળવણી માટે 5-R ઉપર ભાર મુકાયો, માઇક્રો પ્લાસ્ટિક અંગે વિદ્યાર્થીઓને જાણકારી અપાઈ
“આપણું પર્યાવરણ” વિષય ઉપર ઓપન હાઉસ ક્વિઝ કોમ્પિટિશન પણ યોજાઈ

