શાંતિકુંજ હરિદ્વાર થી જ્યોતિ કળશ રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરતા લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે આગમન

હિન્દ ન્યુઝ, લીમખેડા      શાંતિકુંજ હરિદ્વાર થી જ્યોતિ કળશ રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરતા આજરોજ તારીખ 27/06/2025 ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે જ્યોતિ કલસ રથનું આગમન થતા મોટી સંખ્યામાં ઉમેદપુરા પીપળી, દુધિયા ધરા વગેરે ગામોના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ જ્યોતિ કળશ રચના દર્શન કર્યા. તેમજ રથ સાથે આવેલ શાંતિ કુંજ ટોલીએ જ્યોતિ કળશરથ નું મહાત્મ્ય સમજાવ્યું.    આ જ્યોતિ કલર્સ એ અખંડ દીપક ના રૂપમાં શાંતિ કુંજમાં 1926 થી પ્રજાવેલી છે જે 2026 માં 100 વર્ષ પૂર્ણ થવાના છે અને 2026 માં માઁ ભગવતી દેવી…

Read More

જસદણમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, જસદણ      આજરોજ અષાઢી બીજ નિમિત્તે જસદણ ખાતે ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પૌરાણિક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ.      વર્ષોથી રાજાશાહી વખતથી મોટા રામજી મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બળદેવજી ની નગર યાત્રા નું આયોજન કરવામાં આવે છે. તેમાં આજે પૂજા વિધિ ભાદર નદીના કાંઠે રાખેલ હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાંવ,  રોહિતભાઈ વાઘેલા, સુખદેવદાસજી બાપુ, છાસીયા બાપુ તેમજ અનેક ધર્મ પ્રેમની જનતા સાથે સાથે ખુબજ મોટી સંખ્યામાં સાધુ સમાજ ઉપસ્થિત રહેલ. પુજા વિધી બાદ ભગવાનને નગરયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવેલ. રિપોર્ટર :…

Read More

દાહોદ જિલ્લામાં જ્યોતિ કળશ રથયાત્રા નું આગમન સંજેલી તાલુકામાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, દાહોદ       435 માં દિવસે દાહોદ જિલ્લામાં જ્યોતિ કળશ રથયાત્રા નું આગમન સંજેલી તાલુકામાં પ્રારંભ થતા ગ્રામજનો અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત માં પરિભ્રમણ કરતા કરતા આજ રોજ દાહોદ જિલ્લામાં જ્યોતિ કળશરથ 435માં દિવસે પહોંચ્યું.     આ જ્યોતિકળશ એ અખંડ દીપક ના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવે 1926 માં પ્રગટાવ્યો હતો. એને 2026 માં 100 વર્ષ પૂરા થવાના છે. વિશેષમાં માતાજીનું પણ જન્મ શતાબ્દી વર્ષ 2026 માં આવતું હોય એને અનુલક્ષીને આ જ્યોતિ કળશને સમગ્ર વિશ્વમાં અને ભારત ભરમા ભ્રમણ…

Read More

લાઠીદડ પાસે ભયંકર વહેણમાં ફસાઈ ગઈ ઇકો કાર: જિલ્લા વહીવટી તંત્રની ત્વરિત કાર્યવાહીથી 2 લોકોના જીવ બચાવાયા, 1 મૃતદેહ મળી આવ્યો

હિન્દ ન્યુઝ, બોટાદ       તા.16/06/2025ની સાંજે અંદાજીત 7.30 વાગ્યે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તરફથી લાઠીદડથી સાંગાવદર ગામ વચ્ચે પાણીના વહેણમાં ઇકો કાર સાથે 7 થી 8 લોકો તણાયા હોવા અંગેનો કોલ બોટાદ ફાયર કંટ્રોલરૂમને મળતા જ બોટાદ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને રેસ્ક્યુ કામગીરી શરુ કરવામાં આવી હતી. જરૂર પડતા અન્ય રેસ્ક્યુ ટીમને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.  ફાયર ટીમ દ્વારા એક્સટેન્ડેડ લેડરનો ઉપયોગ કરી 2 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પાણીના વહેણમાં તણાયેલી ઇકો કાર પણ શોધી લેવામાં આવી હતી. આજના દિવસે બોટાદ…

Read More

બરવાળા તાલુકામાં અસરગ્રસ્ત થયેલા સ્થળાંતરિતો માટે બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ       બરવાળા તાલુકામાં સતત વરસાદના કારણે સુરક્ષાને ધ્યાને લેતાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.40થી 50 જેટલા સ્થળાંતરિતોને પાવન સ્કૂલ કેમ્પસ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમના માટે દૂધ-નાસ્તો, પાણી, આરોગ્ય અને સ્વચ્છતાની સાથે આજે બપોરના ભોજનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજનમાં તમામ નાગરિકો માટે પૌષ્ટિક અને તાજો ખોરાક આપવામાં આવ્યો હતો.

Read More

બોટાદ શહેરમાં આવેલા કૃષ્ણસાગર તળાવની મુલાકાત લઈ જળ સપાટીની સમીક્ષા કરતા બોટાદ નિવાસી અધિક કલેક્ટર

હિન્દ ન્યુઝ, બોટાદ         બોટાદમાં અવિરત વરસાદને કારણે તળાવ-નદી-નાળાઓમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે બોટાદ નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતે બોટાદ શહેરમાં આવેલા કૃષ્ણસાગર તળાવની મુલાકાત લઈ જળ સપાટીની સમીક્ષા કરી હતી. નિવાસી અધિક કલેક્ટરએ વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. વહીવટી તંત્ર તરફથી બોટાદના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, વરસાદ વચ્ચે તળાવો અને નદી નજીક ન જાય અને બાળકોને પણ ત્યાંથી દૂર રાખે.

Read More

ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં બોટાદ જિલ્લાવાસીઓને જિલ્લા કન્ટ્રોલ રૂમ નં. 02849 271340, 02849 271341 પર સંપર્ક કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ        બોટાદ જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદથી નદી-નાળાઓમાં વરસાદી પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે તાકીદની સ્થિતિમાં બોટાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે. તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં બોટાદ જિલ્લાવાસીઓને જિલ્લા કન્ટ્રોલ રૂમ 02849 271340, 02849 271341 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.     નાગરિકો માટે મહત્વની સૂચનાઓ: • નદી-નાળાઓ અને ડેમના નજીક જવાનું ટાળવું. • બાળકોને પાણી ભરેલા વિસ્તારોમાં રમવા ન દેવું. • વીજળી પડવાની સ્થિતિમાં ખુલ્લા મેદાનો કે ઊંચી…

Read More

બરવાળા તાલુકાના ખાંભડા ડેમની સ્થિતી પર વહીવટી તંત્રની નજર : અસરગ્રસ્તોને પાવન સ્કૂલ ખાતે આશ્રય આપવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, બોટાદ       બરવાળા તાલુકામાં ભારે વરસાદના પગલે ખાંભડા ડેમના ચાર દરવાજા ખોલાયા હતા. જે પૈકી આજે બે દરવાજા બંધ કરાયા છે. પ્રાંત અધિકારી, બરવાળાએ ડેમની મુલાકાત લીધી અને સમીક્ષા કરી હતી. ભારે વરસાદના કારણે ખાંભડા ડેમની જળ સપાટીમાં વધારો થયો હતો. પરિણામે, નજીકના વિસ્તારોમાં રહેતા 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  પ્રભાવિત થયેલા લોકોને પાવન સ્કૂલ ખાતે કેમ્પમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તમામ સ્થળાંતરિતો માટે દૂધ- નાસ્તો, ભોજન સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત તમામ માટે…

Read More

મોડી રાત સુધી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહ્યા બોટાદ જિલ્લા કલેક્ટર : સતત ભારે વરસાદની સ્થિતિ પર ખાસ નજર રાખતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આવા સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય સતત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી તેમણે તમામ તાલુકાઓના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી માર્ગદર્શન આપ્યું હતું.  બોટાદ જિલ્લાના ચારેય તાલુકામાં ભારે વરસાદના કારણે લોકો ફસાયાના સમાચાર મળતા જ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે બોટાદ જિલ્લા કલેકટર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જિલ્લા પોલીસ, આરોગ્ય વિભાગ, તાત્કાલિક સેવા –…

Read More

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા અરજદારો ઓનલાઇન અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર     નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા લોકોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકાર દ્વારા ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ પર તારીખ ૨૯/૦૬/૨૦૨૫ (લક્ષ્યાંક મુજબ અરજી ન આવે ત્યાં સુધી પોર્ટલ ખુલ્લું રહેશે) સુધીમા ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજનાની અંગેની સંપુર્ણ વિગતો પોર્ટલ પર દર્શાવેલ છે જેનો અભ્યાસ…

Read More