હિન્દ ન્યુઝ, જામનગર
નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા લોકોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકાર દ્વારા ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ પર તારીખ ૨૯/૦૬/૨૦૨૫ (લક્ષ્યાંક મુજબ અરજી ન આવે ત્યાં સુધી પોર્ટલ ખુલ્લું રહેશે) સુધીમા ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજનાની અંગેની સંપુર્ણ વિગતો પોર્ટલ પર દર્શાવેલ છે જેનો અભ્યાસ કરી અરજદારે અરજી કરવાની રહેશે. તેમ જામનગર જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતી)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
