હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ હતી. આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષી પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરવાની શક્યતા ઉભી થાય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત…
Read MoreDay: May 17, 2025
જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મહિના દરમ્યાન જિલ્લા કલેકટરની રૂબરૂ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ…
Read Moreગારીયાધાર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)ના કેન્દ્ર નં.૦૫-વીરડી પ્રા.શાળા, કેન્દ્ર નં.૩૫-પીપળવા પ્રા.શાળા તથા કેન્દ્ર નં.૪૫ મોટી વાવડી કુમાર શાળાના મ.ભો.યો. કેન્દ્રો ખાતે સંચાલકોની ભરતી કરવા સારૂ ઓછામાં ઓછું ધોરણ-૧૦ (દસ) પાસ તથા ૨૦ થી ૬૦ વર્ષની ઉંમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૬/૦૫/૨૦૨૫ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે. ત્રણેય કેન્દ્રોમાં નિમણૂકની એક જ જગ્યા છે. સ્થાનિક વિધવા મહિલા ઉમેદવારને નિમણૂક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગારિયાધાર, ભાવનગર ખાતેથી મેળવી લેવાનું રહેશે તેમ મામલતદાર ગારિયાધારની યાદીમાં જણાવાયું છે.
Read Moreગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં નિર્મિત કરવામાં આવ્યા રાજ્યના ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા અભૂતપૂર્વ મ્યૂઝિયમ
18 મે, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ હિન્દ ન્યુઝ, ગાંધીનગર મ્યુઝિયમ એટલે એવું સ્થળ કે જ્યાં સંબંધિત દેશ કે રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્વ ધરાવતી વિવિધ ચીજવસ્તુઓને એકત્રિત કરીને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે, જે લોકો માટે શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક સ્થળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું છે કે, “મ્યુઝિયમ હકીકતો અને પુરાવાઓ આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે. તે આપણને ભૂતકાળમાંથી પ્રેરણા પૂરી પાડે છે, અને ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો પ્રત્યે આપણને સભાન કરે છે.” તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર…
Read More