હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં આઇકોનીક રોડ બની રહ્યો છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત – ૨.૦ યોજના અંતર્ગત બની રહેલો આ આઇકોનીક રોડ / નિર્મળ પથ નાગરીકોની સુવિધામાં વધારો કરશે. હાલ આ કામગીરી પ્રગતિ હેઠળ છે. આઇકોનીક રોડ એટલે સીટી એન્ટ્રી રોડ. જેમાં મેઈન રોડ, સર્વિસ રોડ, ફૂટપાથ, પાર્કિંગ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ હોય, જેથી, સ્થાનિકોને ટ્રાફિક જામની તકલીફ ન રહે. નિર્મળ પથથી શહેરની આગવી ઓળખ ઊભી થશે અને શોભામાં વધારો થશે. આમ, ‘માય સીટી, માય પ્રાઈડ’ સૂત્રને સાકાર કરતો આઇકોનીક રોડ ભાયાવદરના શહેરીજનો માટે…
Read MoreDay: May 1, 2025
સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા ખાતે આશ્રિત ૦૬ માસની દીકરીને સલામતી અને હૂંફનું નવું સરનામું પ્રાપ્ત
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા ખાતે આશ્રિત ૦૬ માસની દીકરીને સલામતી અને હૂંફનું નવું સરનામું પ્રાપ્ત થયું બાળકના પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર અન્વયે થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલના હસ્તે કલેકટર કચેરી ખાતે જુવેનાઈલ જસ્ટિસ એકટ અને એડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ મુજબ નિયમોનુસાર ચેન્નઈના દંપતી એવા શ્રીમતી જયાપ્રિયા તથા શરથકુમારને દત્તકવિધાન સાથે સોંપવામાં આવી કલેકટરના હસ્તે માતા-પિતાને જયારે બાળક સોંપવામાં આવ્યું ત્યારે વાલી ખુબ જ લાગણીવશ થયાં હતા. તેઓ માટે જાણે તેમનો પરિવાર સંપૂર્ણ થયો…
Read Moreકેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું હતું. મંત્રીએ જણાવ્યુ હતું કે, રૂ.૭ કરોડ ૪૧લાખના ખર્ચે આ કામ થવાથી દરિયાનું ખારું પાણી જમીનતળમાં પ્રસરતું રોકી શકાશે. તથા જમીનતળમાં મીઠા પાણીનો સંગ્રહ થઇ શકશે. ઉપરાંત આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના ખેડૂતોને સિંચાઈનો વર્ષ દરમિયાન લાંબા સમય સુધી લાભ મળશે. સરકાર દ્વારા દરિયાનું ખારું પાણી જમીનમાં…
Read More“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાની ઉપયોગી ટીપ્સ
હિન્દ ન્યુઝ, ભાવનગર “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાએ ઉપયોગી ટીપ્સ આપી છે કલ્પેશસિંહ ઝાલા ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર પણ છે તેઓએ સાયકલિંગને બેસ્ટ એક્સરસાઇઝ ગણાવી છે. મેદસ્વિતા એટલે કે શરીરમાં વધારાની ચરબી જમા થવી વધુ પડતી ચરબીના કારણે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઉદભવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાતને મેદસ્વિતાથી મુક્ત કરવા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત સાયક્લિસ્ટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવતા…
Read Moreપ્રાકૃતિક ખેતીમાં લીલો પડવાશ: કૃષિ માટે પોષક તત્વો તથા જૈવિક પદાર્થનો ઉમદાસ્ત્રોત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત દેશમાં હરિયાળી ક્રાંતિ થવા પાછળ કૃષિક્ષેત્રની અનેક નવીનતમ શોધો અને આધુનિક ટેક્નોલોજીનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. પરંતુ આજે રાસાયણિક ખાતરનો અસંતુલિત વપરાશ તથા કુદરતી ખાતરના ઓછા ઉપયોગને લીધે જમીનનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. રાસાયણિક ખાતરનો અંધાધૂંધ ઉપયોગ થવાથી જમીનના સ્વાસ્થ્ય, પર્યાવરણ તથા જીવસૃષ્ટિ પર ખુબ ખરાબ અસર પડી છે. જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે જમીનમાં યોગ્ય સમયે હ્યુમસની ખામી પુરી કરી જૈવિક પદાર્થ બનવો જરૂરી છે. જેથી નાઈટ્રોજનની પૂર્તિ થઈ શકે અને જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોનો વિકાસ થાય. જમીનમાં ભેજની પૂર્તિ માત્રને માત્ર કુદરતી…
Read Moreજામનગર ખાતે ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લાલપુર તાલુકાના જોગવડ ગામે સરકારી ખરાબાના રે.સ.નં.૨૨૩ તથા ૨૩૧માં કુલ ક્ષેત્રફળ ૭૧૫ ચો.મી. જમીનમા વિવિધ આસામીઓ દ્વારા અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. જે તંત્ર દ્વારા દુર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવ્યો છે. આ જમીનની અંદાજીત રકમ રૂ.૧કરોડ ૧૪લાખ ૪૦હજાર જેટલી થાય છે. આ કામગીરીમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, મામલતદાર, પોલીસ વિભાગ તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More