“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાની ઉપયોગી ટીપ્સ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાએ ઉપયોગી ટીપ્સ આપી છે કલ્પેશસિંહ ઝાલા ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર પણ છે તેઓએ સાયકલિંગને બેસ્ટ એક્સરસાઇઝ ગણાવી છે.  

મેદસ્વિતા એટલે કે શરીરમાં વધારાની ચરબી જમા થવી વધુ પડતી ચરબીના કારણે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઉદભવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાતને મેદસ્વિતાથી મુક્ત કરવા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત સાયક્લિસ્ટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવતા કલ્પેશસિંહ ઝાલાએ મેદસ્વિતાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી માટે કેટલીક ઉપયોગી ટીપ્સ વ્યક્ત કરી છે.

જેમાં કલ્પેશસિંહ ઝાલા ભાવનગર સાયકલ ક્લબના સ્થાપક છે તેમજ ભારત સરકારના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે ત્યારે જણાવે છે કે, ફિટ ઇન્ડિયા અભિયાન જે ભારતના નાગરિકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે, અને નમો સાયકલિંગ ક્લબમાં સન્ડે ઓન સાઇકલ મુહિમ ચલાવે છે. તેઓ સાથે સાયકલ ક્લબમાં આજે ઘણા ભાવનગરવાસીઓ જોડાયેલા છે. સાયકલ ચલાવવાથી તેઓ સ્વાસ્થ્ય તો સારું રાખે છે સાથો સાથ પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ સમાજમાં આપે છે.

 કલ્પેશસિંહ ઝાલા જણાવે છે કે, હાલ ભાવનગર સાયકલ ક્લબમાં ૧૦૦ સભ્યો છે. જેમાંથી મોટાભાગના સભ્યો લગભગ ડેઇલી ૨૦ થી ૩૦ કિલોમીટર સાયકલિંગ કરે છે. અને દર રવિવારે ૨૦ થી ૨૫ સભ્યો રેન્ડમ્લી ૬૦ થી ૧૦૦ કિલોમીટર સાયકલ રાઇડમાં જાય છે.

વધુમાં જણાવે છે કે, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, જે 29 ઓગસ્ટ 2019 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, તેનું મુખ્ય ઉદ્દેશ્ય ફિટનેસને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવવાનો છે. સાયકલિંગ આરોગ્ય માટે લાભદાયી છે, અને પર્યાવરણ માટે અનુકૂળ તથા ફાયદાકારક પરિવહનનું સાધન પણ છે.

 કલ્પેશસિંહ ઝાલાએ અનેક વખત લોંગ સાયકલ રાઇડ્સ કરી છે. જેમાં ભાવનગરથી દીવ (200 કિમી), દીવથી ઓખા (350 કિમી), ગિરનાર પરિક્રમા રાઇડ સહિત ભાવનગરમાં અનેક સાયકલ રાઈડ ઈવેન્ટ કરી યશ મેળવ્યા છે. તેઓએ ફિટનેસ અને પોઝિટિવ લાઇફસ્ટાઇલ માટે સતત જાગૃતિ લાવવાના સતત પ્રયાસો કરે છે.

Related posts

Leave a Comment