હિન્દ ન્યુઝ,બોટાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પી.એમ.ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ઓક્ટોબર -૨૦૨૧માં લોન્ચ કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ પી.એમ. ગતિશક્તિ નિર્ણય સહાયક પ્રણાલીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને જિલ્લામાં ખૂટતી સુવિધાઓ તથા નવા પ્રોજેક્ટ્સના આયોજન અને અમલીકરણમાં આ નિર્ણય સહાયક પ્રણાલી (પોર્ટલ)નો કેવી રીતે લાભ લઇ શકાય તે માટે બોટાદ ખાતે ગ્રાહક બાબતો,ખાધ અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ભારત સરકારના ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની ગાંધીનગર સ્થિત BISAG-N સંસ્થા દ્વારા પી.એમ. ગતિશક્તિ નિર્ણય સહાયક પ્રણાલી (પોર્ટલ)નું…
Read MoreMonth: April 2025
આઈ.ટી.આઈ.- બરવાળા ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ
હિન્દ ન્યુઝ, બોટાદ પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ.- બરવાળા ખાતે વિવિધ ટ્રેડ ફિટર, વાયરમેન, ઈલેક્ટ્રીશિયન, કોમ્પ્યુટર ઓપરેટરો એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, મેકેનીક ડિઝલ અને વેલ્ડરમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ ઉપર શરૂ થઈ ગયેલ છે. પ્રવેશ માટેના ઓનલાઇન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી આપવામાં આવશે. સંસ્થાનું સરનામું ખોડિયાર મંદિર સામે, અમદાવાદ-ભાવનગર હાઇવે, બરવાળા છે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.
Read Moreઔધોગિક તાલીમ સંસ્થા- રાણપુર ખાતે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એડમિશન પ્રક્રિયા શરૂ
હિન્દ ન્યુઝ, બોટાદ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, રાણપુરની યાદીમાં જણાવવામાં આવે છે કે, પ્રવેશસત્ર ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ રાણપુર ખાતે વિવિધ ટ્રેડ ફિટર, વાયરમેન, કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક (કોપા). મેકેનીક ડિઝલ, મશીનીષ્ટ ગ્રાન્ડર અને વેલ્ડરમાં ઓનલાઇન એડમીશન પ્રક્રિયા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ પર શરૂ થઈ ગયેલ છે. પ્રવેશ માટેના ઓન લાઇન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે ઔધોગિક તાલીમ સંસ્થા, પાળીયાદ રોડ, ગીરનારી આશ્રમ નર્સરી પાસે, રાણપુર ખાતે રૂબરૂ મુલાકાત લેવા જણાવવામાં આવે છે.
Read Moreબોટાદ જિલ્લામાં બાકી રહેતા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવા અનુરોધ કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં કુલ ૩૧,૮૦૦ ઉપરાંતના ખાતેદાર ખેડૂતો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છે, તેમણે આગામી ૨૦મા હપ્તાના ૨૦૦૦ રૂ. મેળવવા ફરજીયાત ફાર્મર રજીસ્ટ્રી કરાવવી જરૂરી હોય બાકી તમામ પીએમ કિસાન સન્માન નિધી યોજનાના લાભાર્થીઓને ફાર્મર રજીસ્ટ્રી ઝડપથી કરવવા જણાવવામાં આવે છે. બોટાદ જિલ્લાના કુલ ખાતેદાર ખેડૂતોની સંખ્યા ૨,૩૧,૬૪૭ છે. તેની સામે જિલ્લાના કુલ પર,૦૯૭ ખેડૂતોની એટલે કે રર.૫૦ ટકા ખેડૂતોએ જ ફાર્મર રજીસ્ટ્રી કરાવ્યું છે. બાકીના ખાતેદાર ખેડૂતોને પણ સરકારની વિવિધ યોજનાઓમાં સરળતાથી લાભ લેવા અર્થે ફાર્મર રજીસ્ટ્રી કરવા/કરાવી લેવા બોટાદ જિલ્લા ખેતીવાડી…
Read Moreડોલવણ ખાતે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, તાપી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તક આજરોજ ડોલવણ તાલુકા કક્ષાના સરકારી પુસ્તકાલયનું એપીએમસી કેમ્પસ ડોલવણ મુકામે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રંથાલય લોકાર્પણમાં જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા નિર્દોષ મુસાફરોને શ્રદ્ધાંજલિ રૂપે મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ સરસ અને શાંત વાતાવરણમાં લાઈબ્રેરી બનાવવામાં આવી છે જેનો લાભ વાચકોએ અને પુસ્તક રસિકોએ લેવા અનુરોધ છે. લોકાર્પણમાં મામલતદાર શૈલેશભાઈ ખંડોર, તાલુકા…
Read Moreબાગાયતી પાકોની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલમાં ૩૧ મેં સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, તાપી વર્ષ:-૨૦૨૫–૨૦૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના સહાય મેળવવા માટે I-khedut 2.0 (www.ikhedut.gujarat.gov.in) તા. ૨૪/૦૪/૨૦૨૫ થી ૩૧/૦૫/૨૦૨૫ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. એક મોબાઈલ નંબર થી એક જ નોંધણી શક્ય બનશે અને મોબાઈલ નંબર (ઓટીપી માટે), ૭/૧૨, ૮-અ ની હાલની અસલ નકલ, આધાર કાર્ડની નકલ., રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે રાખીને અરજી કરવા વિનંતી છે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે. જરૂરી કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ…
Read Moreખેલ મહાકુંભ અંતર્ગત વ્યારાના આંગણે રાજ્ય કક્ષાની સ્પર્ધા આયોજિત કરવાનો અવસર પ્રાપ્ત થયો
હિન્દ ન્યુઝ, તાપી રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નો વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તાપી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા ની વોલીબોલ ભાઈઓની સ્પર્ધા તા.૨૩/૦૪/૨૦૨૫ થી તા.૦૧/૦૫/૨૦૨૫ સુધી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તથા ખોખો બહેનો ની સ્પર્ધા તા.૨૨/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ સુધી આર્ટસ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે યોજાયેલ છે. આ સ્પર્ધાના ઓપનિંગ સેરેમનીમાં તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન ગામીત, સ્પર્ધાના નોડલ અધિકારી વિષ્ણુભાઈ વસાવા, તેમજ ઓફિસિયલ દેવાંગભાઈ પંડ્યા ઉપસ્થિત રહેલ…
Read Moreભારત સરકારના વિધુત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કાકરાપાર ખાતે બેઠક યોજવા હાજર રહેશે
હિન્દ ન્યુઝ, તાપી ભારત સરકારના વિધુત મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્યોની આજરોજ કાકરાપાર ખાતે બેઠક યોજાશે. કેન્દ્ર સરકારના વિધુત મંત્રી મનોહરલાલ આજે તા.૨૯ એપ્રિલના રોજ ચીખલવાવ એન.પી.સી.આઈ.એલ ખાતે બેઠકમાં હાજર રહેવા આવનારા છે. કલેકટર ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, ફાયર વિભાગ તેમજ વાહન વ્યવહાર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓને પ્રોટોકોલ અનુસાર કેટલીક જવાબદારીઓ સાથે કામગીરી સોંપવામાં આવી છે. આ માટે તમામ કામગીરીનું સંકલન કરવા વ્યારા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડને લાઈઝનિંગ માટેનો હુકમ કરવામાં આવેલ છે.
Read Moreમેટ્રોની સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર તા. 27/04/2025થી મેટ્રોની સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે અને તેની સાથે નીચે મુજબના નવા સાત સ્ટેશનો પણ કાર્યરત થશે : GMRC 1. કોટેશ્વર રોડ 2. વિશ્વકર્મા કોલેજ 3. તપોવન સર્કલ 4. નર્મદા કેનાલ 5. કોબા સર્કલ 6. સેક્ટર-10A 7. સચિવાલય મેટ્રો ટ્રેનના સમય અંગેની વિગતો વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી દર્શાવવામાં આવશે.
Read Moreજંગલી ભૂંડને ગેરકાયદેસર રીતે પકડીને લઈ જતી ટોળકીને ઝડપી પાડી
હિન્દ ન્યુઝ, ભાવનગર જંગલી ભૂંડને ગેરકાયદેસર રીતે પકડીને લઈ જતી ટોળકીને પકડી પાડતી વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્કવોર્ડ રેન્જ ટીમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરના ACF એન. એન. જોષીને મળેલ પૂર્વ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ટીમે વન્ય પ્રાણીનો જીવ બચાવ્યો ભૂંડને અલગ અલગ જગ્યાએથી પકડી એક જગ્યાએ વાડામાં એકત્ર કરી રાજય બહાર અજમેર વેપાર અર્થે મોકલવામાં આવતા. આરોપીઓ પાસેથી ગુનાના દંડની રકમ પેટે રૂા.૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની વસુલાત કરાઈ.
Read More



