પાલીતાણા ખાતે યોજાનાર અખાત્રીજના જૈન મેળા ખાતે તમાકુ તેમજ પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ-બોટલો જેવી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર       તા.૨૯-૩૦/૦૪/૨૦૨૫ ના રોજ નો અખાત્રીજનો જૈન મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. આ મેળાનું આયોજન જૈન આણંદજી કલ્યાણજી પેઢી તરફથી પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારોમાં કરવામાં આવે છે. જેથી આ મેળામાં મોટી સંખ્યામાં જૈન યાત્રાળુઓ શૈત્રુંજય ગીરીરાજ ડુંગર પર દર્શનાર્થે જતા હોય છે. આથી આ વિસ્તારોમાં “ગેરકાયદેસર રીતે પાન, મસાલા, ગુટકા, તમાકું તેમજ ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે તા.૨૯/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ (દિન-૨) માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની…

Read More

બોટાદ જિલ્લામાં વિશ્વ પશુચિકિત્સા દિવસ-૨૦૨૫ની ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ      વિશ્વ પશુચિકિત્સા દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી ડો.આર.જી.માળીના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં કાનિયાડ – બોટાદ, ચભાડિયા – ગઢડા, અલમપર – રાણપુર અને બેલા – બરવાળા એમ ચારેય તાલુકાઓમાં પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વેટરનરી પોલિકલિનિક બોટાદ દ્વારા જીંજાવદર – બોટાદમાં જાતીય આરોગ્ય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં પશુઓને જાતિય સારવાર, મેડિસીનલ સારવાર, કૃમિનાશક એમ કુલ 2065 સારવાર આપવામાં આવી હતી. પશુપાલકોને હાલના ગરમ વાતાવરણમાં પશુઓની કાળજી લેવા અંગ માહિતગાર કરાયા હતા. સાથોસાથ નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર       રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રીન હસ્તે ૪૪ ગોલ્ડ મેડલ, ૧૨ સિલ્વર મેડલ અને ૩૪ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ-૯૦ વિદ્યાર્થીઓને ૮૮ મેડલ એનાયત તથા ૧૨ વિદ્યાશાખાના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન…

Read More

ક્રિકેટનો મહાકુંભઃ 30 એપ્રિલથી શ્રી ખોડલધામ યુવા સમિતિ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, રાજકોટ       શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા આગામી તારીખ 30 એપ્રિલ થી 8 મે સુધી રાજકોટ નજીક આવેલા પાળ ગામના એસજી ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ યુવા સમિતિ આયોજિત સૌપ્રથમ શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)માં ગુજરાતભરમાંથી 32 ટીમો સહભાગી થશે અને આ તમામ ટીમો વચ્ચે 9 દિવસ સુધી ક્રિકેટનો જંગ જામશે.       સમાજના યુવાનોનું સંગઠન મજબૂત બને, ભાઈચારો વધે અને યુવાનોના કૌશલ્યને વેગ આપવાના શુભ ઉદ્દેશથી 30 એપ્રિલ થી 8 મે સુધી શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર…

Read More

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વ જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજય સિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.

Read More

જમ્મુ કાશ્મીરનાં પહેલગામ હુમલા બાદ દીવ પ્રદેશ એલર્ટ મોડમાં

હિન્દ ન્યુઝ, દીવ      પર્યટન સ્થળ દીવ માં ગેર કાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશ અને પાકિસ્તાની વિરૂધ્ધ મેગા ડ્રાઇવ માં 10 શંકાસ્પદ સોના ની દુકાન માં કામ કરતાં કારીગરોની અટકાયત દીવ પોલીસ દ્વારા બાંગ્લાદેશી-પાકિસ્તાની નાગરિક ધરાવતા હોય અને દીવ માં ગેર કાયદેસર વસવાટ કરતાં હોય તેવા લોકોની અટક કરવાં તજવીજ હાથ ધરી દીવ sp સચિન યાદવ Dy sp રાહુલ બલહારા ક્રાઈમ બ્રાર્ચ  સહીત પોલીસનો મોટો કાફલો દિવ ની તમામ હોટેલ,સોની નું કામ કરતાં કારીગરો, ટ્રાઈવેલ્સ એજન્ટો ની સધન તપાસ કરવામાં આવી. દિવ પોલિસે ટ્રાઈવેલ્સ એજન્ટો ની ઓફિસ માંથી તપાસ અર્થે…

Read More

દીવમાં શ્રી પરશુરામ ભગવાન ના પ્રાગટય દિવસ નિમિત્તે શોભાયાત્રા સાદગી પૂર્વક ઉજવવામાં આવી

હિન્દ ન્યુઝ, દીવ     શ્રી દીવ જિલ્લા ચોયૉશી જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અજર અમર ચિરંજીવી શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય જન્મોઉત્સવ નિમિત્તે શાંતિપૂર્વક મંદિરના પરિસરમાં યાત્રાનું આયોજન થયું. જેમાં દરેક ભજન મંડળ ની બહેનો યજમાનો, સેવકો ધૂન સાથે યાત્રા કરી, વૈશાખ સુદ બીજ, આજના દિવસે શ્રી વિષ્ણુ ભગવાને શ્રી પરશુરામ, નર નારાયણ, હયગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા ચાર ચાર અવતારો ધારણ કર્યા હતા, અખાત્રીજ, અક્ષય તૃતીયાના તિથિ સતયુગના આરંભ ની અને જીવનના અનેક શુભ કાર્યો અને દાન પુણ્ય કાર્યનો આરંભ દીવસ અક્ષયફલ મળે છે એટલે,…

Read More

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યો માટેની રેન્ક ટેસ્ટ સફળતાપૂર્વક સંપન્ન

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ હેઠળ, હોમગાર્ડઝ સભ્યોને અસલ (ASL), સિનિયર લીડિંગ હોમગાર્ડ (SL), અને પાઇલટ સાર્જન્ટ (PS) ની રેન્ક પર બઢતી આપવા માટે નવાનગર હાઈસ્કૂલ ખાતે રેન્ક ટેસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ ટેસ્ટમાં હોમગાર્ડઝના સભ્યોની લેખિત અને શારીરિક કસોટી લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની કમિટી, જેમાં કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા (ચેરમેન), હેડ ક્લાર્ક મહેન્દ્રસિંહ કાંસેલા (સભ્ય સચિવ), વડી કચેરીના પ્રતિનિધિ ડી.કે.ચાવડા (સભ્ય), એસ.ઓ. મહિલા શ્રીમતી પ્રેક્ષાબેન ભટ્ટ (સભ્ય), એસ.ઓ.સ્પોર્ટ્સ દિલીપભાઈ ડાંગર (સભ્ય), અને શ્રીમતી રિદ્ધિબેન મહેતા (સિનિયર ક્લાર્ક)નો સમાવેશ…

Read More

ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત જામનગર ખાતે યોજાઈ રહેલ રાજ્યકક્ષા ફેન્સીંગ સ્પર્ધામાં અં.૧૪ બહેનોની ફાઈનલ સંપન્ન

હિન્દ ન્યુઝ, જામનગર     ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલમહાકુંભ ૩.૦ ની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધા જામનગરમાં ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર જામનગર અને જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા આ સ્પર્ધાનું આયોજન જામનગર મહાનગરપાલીકા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ઇન્ડોર હોલ ખાતે તા.૨૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત તા.૨૬/૦૪/૨૦૨૫ ના રોજ અંડર-૧૪ વય જૂથની બહેનો માટે યોજાયેલી ત્રણ ઇવેન્ટ ઇપી, ફોઈલ અને સેબરની ફાઈનલ મેચો યોજાઈ હતી. આ રોમાંચક ફાઈનલ મેચોને નિહાળવા…

Read More

જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં જન સુવિધાઓના વિકાસ કાર્યોનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના લાલપુર ખાતે રૂ.૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નાગરીકોના આરોગ્ય માટે સુવિધા સજ્જ પેટા આરોગ્ય કેન્દ્ર-૩નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ અને ભારત સરકારના “સેન્ટ્રલ રોડ ઇન્ફાસ્ટ્રક્ચર ફંડ” માંથી રૂ.૧૦ કરોડના ખર્ચે સાકાર થનાર, લાલપુર-મોટાખડબા રોડના રીસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે “જન સુવિધાના નિરંતર વ્યાપ”ના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “સમર્પિત સેવાસૂત્ર” નિત્ય સાર્થક કરવાનો…

Read More