દીવમાં શ્રી પરશુરામ ભગવાન ના પ્રાગટય દિવસ નિમિત્તે શોભાયાત્રા સાદગી પૂર્વક ઉજવવામાં આવી

હિન્દ ન્યુઝ, દીવ

    શ્રી દીવ જિલ્લા ચોયૉશી જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અજર અમર ચિરંજીવી શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય જન્મોઉત્સવ નિમિત્તે શાંતિપૂર્વક મંદિરના પરિસરમાં યાત્રાનું આયોજન થયું. જેમાં દરેક ભજન મંડળ ની બહેનો યજમાનો, સેવકો ધૂન સાથે યાત્રા કરી, વૈશાખ સુદ બીજ, આજના દિવસે શ્રી વિષ્ણુ ભગવાને શ્રી પરશુરામ, નર નારાયણ, હયગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા ચાર ચાર અવતારો ધારણ કર્યા હતા, અખાત્રીજ, અક્ષય તૃતીયાના તિથિ સતયુગના આરંભ ની અને જીવનના અનેક શુભ કાર્યો અને દાન પુણ્ય કાર્યનો આરંભ દીવસ અક્ષયફલ મળે છે એટલે, શ્રી દીવ જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા ૩/વાગ્યે બપોરે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે શ્રી પરશુરામ ભગવાનનું પૂજન તથા હાજર સંતો નું પૂજન ગંગાધરભાઈ ભટ્ટ દ્વારા યજમાન નિલેશભાઈ જાની ના હસ્તે કરવામાં આવ્યું. શ્રી જગતગુરુ શંકરાચાર્યજી જોડવામાં આવેલ.

     પરશુરામ ના જયકારાથી આ યાત્રાની શરૂઆત શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અને યાત્રા ને વિરામ આપવામાં આવ્યું, આજના શુભ દિવસની ધમૅપ્રવચન કર્યું, ત્યારબાદ સાંજે ૭/ કલાકે શણગાર, દીપમાળાથી શ્રી પરશુરામ ભગવાન તથા શ્રી હાટકેશ્વર મહાદેવ ની મહા આરતી કરવામાં આવી ત્યાબાદ મંત્ર પુષ્પાંજલિમાં આપણા ભારત દેશના અભિગઅંગ એવા શ્રીનગરના પહેલ ગામમાં ભારતના નાગરિકોનું આંતકવાદી દ્વારા મૃત્યુ પામેલા સ્વર્ગવાસ માનનીઓને શ્રદ્ધાંજલિ રૂપે પ્રભુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, ત્યારબાદ સાંજે ૮/ કલાકે સહુ ભકતોએ પ્રસાદી લીધી અને સહુને આજના શુભ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને જય પરશુરામના નાદથી દીવ જિલ્લાને ગુંજતું કરવામાં, આવ્યું.

રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ 

Related posts

Leave a Comment