હિન્દ ન્યુઝ, ભાવનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુલ ૩.૦ અંતર્ગત તાલુકા/ ઝોન અને જિલ્લાકક્ષા સ્પર્ધામાંથી વિજેતા થયેલ ક્રમ નં. ૧ થી ૮ માં જે અંડર ૯ અને ૧૧ વયજુથના ખેલાડીઓની પસંદગી કરવામાં આવેલ છે, તેવા ખેલાડીઓ માટે જ જિલ્લાકક્ષા ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન બેટરી ટેસ્ટ કાર્યક્રમનું આયોજન તા. ૧૧/૦૩/૨૦૨૫ ના રોજ બહેનો તેમજ તા. ૧૨/૦૩/૨૦૨૫ ના રોજ ભાઈઓ માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અંદાજે ૫૦૦ જેટલા ખેલાડી ભાઈઓ અને ૫૦૦ જેટલા ખેલાડી બહેનો ટેસ્ટ આપવા માટે આવનાર છે. આ…
Read MoreDay: March 7, 2025
ભાવનગર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭ માર્ચના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કક્ષાનો માર્ચ -૨૦૨૫ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૭/૦૩/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે,અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.
Read Moreભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૬ માર્ચના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર માર્ચ -૨૦૨૫ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૬/૦૩/૨૦૨૫ (બુધવાર) ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટર ઘોઘા , જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર સીટી તથા પોલીસ અઘિક્ષક શિહોરનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજૂઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-…
Read Moreશિહોર-ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે.આ ફાયરીંગ બટ ખાતે આગામી તા. ૦૭-૦૩-૨૦૨૫ થી તા. ૧૫-૦૩-૨૦૨૫ સુધી ગુજરાત બટાલિયન યુનિટના એન.સી.સી. કેડેટ્સ તથા પી.આઇ. સ્ટાફની ફાયરિંગ પ્રેક્ટિસનું આયોજન કરેલ છે. જે સંદર્ભે શિહોરના સર્વે નં.૨૮૨માં ફાયરીંગ બટના સ્થળની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તકેદારીના પગલાં રૂપે જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્ર થી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય…
Read Moreભાવનગરમાં બેરોજગાર યુવાનો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવાની ઉમદા તક
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતની ટોચની 300 થી વધુ અગ્રણી કંપનીઓમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અમલમાં આવી છે.ઉમેદવારોની શૈક્ષણીક લાયકાતમાં ધો.10, ધો.12,આઈ.ટી.આઈ, ડિપ્લોમાં તથા ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલાં ઉમેદવારો 12 માસ માટે યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. તેમજ ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ,ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતાં ન હોવાં જોઈએ, ઉમેદવારના કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ. ઉમેદવારના કુટુંબમાં કોઈ સભ્યની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને રાજ્ય સરકારની કોઈ એપ્રેન્ટીશીપ યોજના કે ઈન્ટર્નશીપ કરેલ ન હોવા જોઈએ. ઇન્ટર્નશીપ…
Read Moreધોરણ-10માં ગુજરાતીમાં 2,059 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 08 વિદ્યાર્થીની ગેર હાજરી નોંધાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે સવારે ધોરણ-૧૦ માં ગુજરાતી (S.L.) વિષયની પરીક્ષામાં નોંધાયેલાં ૨,૦૬૭ વિદ્યાર્થીઓ પૈકી ૨,૦૫૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૦૮ વિદ્યાર્થીની તેમાં ગેરહાજરી નોંધાઇ હતી.
Read Moreદ્વારકા ખાતે યોજાનાર ફૂલડોલ ઉત્સવ માટે જામનગર ખાતેથી એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૫ થી ૧૫/૦૩/૨૦૨૫ સુધી દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસતા નાગરિકોની વધારાની સુવિધાને ધ્યાને લઇ જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે. તેમજ જે માટેનું બુકિંગ તા.૧૧/૦૩/૨૦૨૫ થી ૧૫/૦૩/૨૦૨૫ સુધી ડેપો ખાતેથી કરવી શકાશે. વધુમાં એક જ ગૃપના ૫૧ (એકાવન) થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો એસ.ટી બસ જે તે નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી મુકવા જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલ…
Read Moreલીડ બેંક જામનગર દ્વારા કિસાન ક્રેડીટ કાર્ડ અને તેના લાભો અંગે વેબિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એસ.બી.આઈ. લીડ બેંક ઓફિસ જામનગર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ધુંવાવ તથા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસીસ, એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર મિનિસ્ટ્રી દ્વારા તા.૦૧.૦૩.૨૦૨૫ ના રોજ કિસાન ક્રેડિટ કાર્ડ (કે.સી.સી.) ના માધ્યમથી સંસ્થાકિય ધિરાણ અને તેના લાભો વિશે માહિતગાર કરતો વેબિનાર યોજવામાં આવ્યો હતો. વર્ચ્યુઅલ પ્રવચન બાદ સ્થાનિક સ્તરે લીડ બેંક મેનેજર તથા એફ.એલ.સી. દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં રૂ. ત્રણ લાખની વ્યાજ સહાય મર્યાદા વધારી રૂ.પાંચ લાખની કરવામાં આવી છે તથા આનુસંગિક જામીન વગર…
Read Moreબોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા ઉનાળુ પાકના વાવેતર માટે કઠોળ પાકોની વિવિધ જાતોની માહિતી
હિન્દ ન્યુઝ, બોટાદ ઉનાળુ સીઝનમાં ટુંકા કઠોળ પાકનું વાવેતર કરી શકાય છે. કઠોળ પાકો જમીન સુધારણાનું પણ કામ કરે છે. જેથી પાક ફેરબદલી માટે પણ કઠોળ પાકનું વાવેતર ફાયદારૂપ છે. ઉનાળુ વાવેતર માટે નીચે મુજબના કઠોળ પાકો અને તેની જાતોનું વાવેતર કરી શકાય છે. મગ : ઉનાળુ વાવેતર માટે મગની મુખ્ય પાંચ જાતો છે તેનું વાવેતર કરી શકાય છે. ક-૮૫૧: આ જાતના દાણાનો કલર ચળકતો લીલો હોય છે અને ૧૦૦ દાણાનું વજન અંદાજીત ૩.૬૪ ગ્રામ હોય છે. છોડની ઉંચાઈ ૫૦-૫૫ સેમી અને શીંગો ટોચ…
Read Moreરાજ્ય દિવ્યાંગ પારિતોષિક અન્વયે તારીખ ૧૭ માર્ચ સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય દિવ્યાંગ પારિતોષિક અન્વયે અરજી કરવાની તા. ૧૭ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. જેમાં ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા એટલે કે ખોડખાપણ ધરાવતા લોકો જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકશે. રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ ૨૦૨૪ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના માટેની અરજીની તારીખ ૧૭ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ યોજનામાં ૪૦%…
Read More