ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૬ માર્ચના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  

   માર્ચ -૨૦૨૫ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૬/૦૩/૨૦૨૫ (બુધવાર) ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટર ઘોઘા , જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર સીટી તથા પોલીસ અઘિક્ષક શિહોરનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.

    જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજૂઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધીત તલાટી કમ મંત્રીને ૨જુ ક૨વા અનુરોધ ક૨વામાં આવે છે.

Related posts

Leave a Comment