હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારતની ટોચની 300 થી વધુ અગ્રણી કંપનીઓમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અમલમાં આવી છે.ઉમેદવારોની શૈક્ષણીક લાયકાતમાં ધો.10, ધો.12,આઈ.ટી.આઈ, ડિપ્લોમાં તથા ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલાં ઉમેદવારો 12 માસ માટે યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. તેમજ ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ,ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતાં ન હોવાં જોઈએ, ઉમેદવારના કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ. ઉમેદવારના કુટુંબમાં કોઈ સભ્યની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને રાજ્ય સરકારની કોઈ એપ્રેન્ટીશીપ યોજના કે ઈન્ટર્નશીપ કરેલ ન હોવા જોઈએ.
ઇન્ટર્નશીપ માટે જોડાયેલા યુવાનોને ભારતની અગ્રણી કંપનીઓમાં 12 મહિના સુધી ઈન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક મળશે તેમજ માસિક ઈન્ટર્નશીપ એલાઉન્સ રૂ.5000 અને રૂ.6000 મળવા પાત્ર છે. આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડાવા માટે ઉમેદવારોએ તા.12 માર્ચ,2025 સુધીમાં http://www.pminternship.mca.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે. પી.એમ. ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટે પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઇન્ટર્નશીપમાં અપ્લાય કરવું, અરજી સમયે આધાર નંબર સાથે લીંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો, અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગત રાખવી, અરજી સમયે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવા તેમજ અન્ય માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગરનો રૂબરૂ સંપર્ક કરવો અથવા 0278-2423607 ઉપર ફોન કરવો. પી.એમ. ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારોએ માહિતી જિલ્લા રોજગાર કચેરીનાં કોન્ટેક્ટ નંબર 0278-2423607 પર અવશ્ય જાણ કરવાની રહેશે.તેમ જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.