હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ‘ડિજિટલ ગુજરાત’ના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત ૮,૫૦૦ થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેશ સેવા તરફ આગળ વધી રહ્યું છે. નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગત વર્ષે તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીનનું રાજ્યવ્યાપી લોકાર્પણ કર્યું હતું. જેના ભાગરૂપે…
Read MoreMonth: December 2024
ગ્રામીણોને સંપત્તિનો અધિકાર આપતી ‘સ્વામિત્વ યોજના’
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આપણા દેશમાં મિલકતને લઈને અનેક કુટુંબોમાં વિવાદ થતા હોય છે તેની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧થી દેશભરમાં ‘સ્વામિત્વ યોજના’ અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી નાણાકીય સ્થિરતાની સાથે ગામના સર્વાંગી વિકાસ માટે સ્વામિત્વ યોજના કાર્યરત છે. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે ૧૧ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. સ્વામિત્વ-SVAMITVA(Survey Of Villages And Mapping With Improvised technology In Village Areas) યોજના અંતર્ગત અત્યાર સુધીમાં…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં અનેક પવિત્ર યાત્રાધામ સ્થળનો સમાવેશ થાય છે. તેમજ આ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા કુલ ૩૪ સ્થળોને ઈન્સ્ટોલેશન રેડ ઝોન/યેલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ તમામ સ્થળોએ પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર, જિલ્લાના રેડ ઝોન, ગ્રીન ઝોન અને યેલ્લો ઝોનમાં મૂકવામાં આવેલા કુલ ૩૪ સ્થળોએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ ન…
Read Moreગીર સોમનાથમાં બોરવેલ બનાવવા સબબ જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામાં બનતા અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. જેથી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજૂરી મેળવી તે અંગેની ખાતરી જમીન માલિક, બોરવેલ માલિક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ અધિકારીને કરાવવાની રહેશે. તેમજ બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઇને ખેડૂતોને તકેદારી કરવાનો સંદેશ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તા.૨૬/૧૨/૨૦૨૪ થી તા.૨૭/૧૨/૨૦૨૪ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી…
Read More૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દ્વારકાના દામજી જેટીથી બેટ દ્વારકા સુધી યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત સરકારનાં કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ– ગાંધીનગર દ્વારા આયોજીત હરીઓમ આશ્રમ-નડિયાદ પ્રેરીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-દેવભુમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દામજી જેટી થી બેટ દ્રારકા ફરતે રાઉન્ડનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસિકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં. C-1/2, અને C 1/4, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જિ.દેવભુમિ દ્વારકા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૦૬/૦૧/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા ટપાલથી મોકલી…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં દ્રિ ચક્રીય, ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા એઆરટીઓ કચેરી દ્વારા દ્વિ ચક્રિય વાહનોની ચાલુ સિરીઝ GJ32 AB, AC, AD, AE, AF, AH તેમજ ફોર વ્હિલર વાહનોની ચાલુ સીરિઝ GJ32AG તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તા.૨૪/૧૨/૨૦૨૪ ૦૪:૦૦ PM થી તા.૨૬/૧૨/૨૦૨૪ ૦૩:૫૯ સુધી ઓનલાઇન અરજીની કરવાની રહેશે. આ ઈ-હરાજીમાં ઓનલાઇન બીડીગ તા.૨૬/૧૨/૨૦૨૪ ૦૪:૦૦ PM થી ૨૮/૧૨/૨૦૨૪ ૦૩:૫૯ સુધી કરી શકાશે. શરતો અને પ્રક્રિયામાં ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર…
Read Moreસોમનાથ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય બીચ વોલીબોલ સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા આગામી તા.૨૮ થી ૩૦ ડિસેમ્બર સુધી અં.૧૪-ભાઇઓ/બહેનો અને અં.૧૯માં ભાઇઓ માટે સોમનાથ બીચ ખાતે સ્પર્ધા યોજાશે. રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તેમજ ગીર સોમનાથ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત રાજયકક્ષા શાળાકીય (SGFI) બીચ વોલીબોલ અં.૧૪ માટે ભાઇઓ/બહેનો અને અં-૧૯ માટે ભાઈઓની સ્પર્ધા તા.૨૮/૧૨/૨૦૨૪ થી તા.૩૦/૧૨/૨૦૨૪ દરમિયાન સોમનાથ બીચ એરિયા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન સામે…
Read Moreમુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે
૨૫ મી ડીસેમ્બર ૨૦૨૪ના સુશાસન દિવસથી હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન લોકોની ફરીયાદોના પારદર્શી અને અસરકારક નિવારણ તથા લોકો રાજ્યના વડાને સરળતાથી પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે ટેકનોલોજીના ઉપયોગથી ‘સ્વાગત’ કાર્યક્રમ ૨૦૦૩થી શરૂ કરાવ્યો છે. નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી શરૂ થયેલા જન ફરિયાદ નિવારણના આ ટેક્નોલોજીયુક્ત અભિગમ સ્વાગતના પૂર્ણ થયેલા બે દાયકામાં અનેક રજુઆતોનું સફળતાપૂર્વક નિવારણ થતું રહ્યું છે. ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસનનું સ્તર ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બની શકે તેનું ઉદાહરણ સ્વાગતની સફળતાએ દેશ અને દુનિયાને પુરું પાડ્યું છે. વડાપ્રધાન…
Read Moreભાવનગરના ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પ્રતિભા દહિયાના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર “પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે ભાવનગરના ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પ્રતિભા દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં ભાવનગર જિલ્લા વિઝન- ૨૦૪૭ની થીમ સાથે ભાવનગર જિલ્લાની સામાજિક આર્થિક ક્ષેત્રે સમૃદ્ધિ અને વિકસિત ભાવનગરના ધ્યેયને હાંસલ કરવા માટેની તકો અને પડકારોની ચર્ચા કરવાની સાથે સરકારી નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા,સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક ક્ષેત્રના લોકોને મળે તેવી કામગીરી કરવા,લોકોના પ્રશ્નોનું ઝડપથી હકારાત્મક નિકાલ લાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. જિલ્લા આયોજન અધિકારીએ વિકસીત ગુજરાત @2047ના…
Read More