હિન્દ ન્યુઝ, સાબરકાંઠા જિલ્લામાં નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર દ્વારા એક માનસિક બીમાર દીકરીનું પિતા સાથે મિલન કરાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. વિગત એવી છે કેનારી સંરક્ષણ કેન્દ્ર હિમતનગર સાબરકાંઠા ખાતે બે માસ અગાઉ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર દ્વારા તા એક માનસિક બીમાર મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો. અજાણી મહિલાની માનસિક બીમારીની સારવાર કરીને મેનેજરશ્રી દ્વારા કાઉન્સેલિંગ કરતા બેનનો પરિવાર રાજસ્થાનના ઉદયપુર તાલુકાનો હોવાનું જાણવા મળ્યું હતું. ગામની વિગત જાણતા જ ગામનાં સરપંચશ્રીને ટેલીફોન દ્વારા માહિતી મોકલતા બેનના પરિવારનો સંપર્ક કર્યો હતો. પોતાની દીકરીની જાણ થતા જ…
Read MoreMonth: December 2024
સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર ડૉ.રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ-“પ્રશાસન ગાંવ કી ઔર” નિમિત્તે વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં “પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે કલેક્ટર ડૉ. રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સ્તરીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં કલેક્ટર ડૉ.રતન કંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ સારા શાસન દ્વારા લોકોની ફરિયાદોનો હકારાત્મક નિકાલ લાવવો તેમજ સરકાર અને વહીવટી તંત્રની કામગીરીથી લોકોને સંતોષ મળે તેવો છે. ગુડ ગવર્નન્સ માટે પારદર્શક વહીવટ અને લોકો પ્રત્યે સંવેદનશીલતા આવશ્યક છે. લોકોના દરેક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવો એ આપણી ફરજ છે. સામાન્ય લોકો પોતાના…
Read Moreसुशासन सप्ताह के तहत प्रशासन-गॉव की ओर कार्यक्रम का झोलावाड़ी पंचायत में हुआ सफल आयोजन
हिन्द न्यूज़, दीव संघ प्रदेश दादरा एवं नगर हवेली और दमण एवं दीव के माननीय प्रशासक प्रफुल पटेल की जनहितकारी सोच एवं सक्षम मार्गदर्शन में सुशासन सप्ताह , 2024 के अंतर्गत दीव जिला प्रशासन द्वारा दिनांक 22/12/2024 को दीव की जनता के हित में प्रशासन गॉंव की ओर कार्यक्रम का झोलावाड़ी पंचायत में सफल आयोजन किया गया जिसमें पंचायतवासियों ने उत्साहपूर्वक शामिल होते हुए मुहैया कराई जा रही सेवाओं का सहजता से लाभ उठाया। इसके पूर्व कार्यशाला के आरंभ में अपर जिलाधीश डॉ विवेक कुमार, उप…
Read Moreદીવ ખાતે મુકત વિહાર 8મું કવિ સંમેલન અને સુર સાધનાનું આયોજન
હિન્દ ન્યુઝ, દીવ દીવ મુકામે મુકત વિહાર 8મું કવિ સંમેલન અને સુર સાધનાનું આયોજન “સાધના કક્ષ “નાગવા ગામમાં કરવામાં આવ્યું. આ કવિ સંમેલનમાં ગુજરાતના પ્રસિદ્ધ કવિઓ પૈકી સ્નેહી પરમાર, હિમલ પંડ્યા, વિમલ અગ્રાવત, ડો.પરેશ સોલંકી, જિત ચુડાસમા, ડૉ. જિતુભાઈ વાઢેર પોતાની રચનાઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા અને ડૉ ફિરડોસ દેખૈયાએ સંગીતનાં સુર છેડી સંધ્યા સંગીતમય બનાવી. જેમાં દરિયાઈ મોજ માણવા ગુજરાતનાં પ્રસિદ્ધ કવિઓની સંગ મુકત વિહારમાં સાહિત્યપ્રેમીઓએ હોંશભેર ભાગ લીધો. જેમાં ઉના નાં લેખક રામાભાઈ વાળા, ડૉ. ડી કે વાજા, નરેન્દ્ર ગોસ્વામી, બાલુભાઈ વાઘેલા, ઉકાભાઈ વઘાસીયા,…
Read Moreનર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન: સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ
હિન્દ ન્યુઝ, નર્મદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન થયું છે. જેને સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. ૬૦ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના ૧૭૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ખાસ કરીને સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, મેયર દક્ષેશ માવાણી, યુનિ.ના કુલપતિ કે.એન.ચાવડાએ એક્ષ્પોની મુલાકાત લઈ આયોજક પરિચિત ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્રણ દિવસમાં શાળાકોલેજોના વિદ્યાર્થીઓ, બાળકોએ સ્ટોલ્સને રસપૂર્વક નિહાળી વિવિધ જાણકારી મેળવી હતી.…
Read Moreવલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ સુરત શહેરના વલથાણ-પુણા ગામ સ્થિત વૃંદાવનધામ ખાતે શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)- સુરત તથા શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવીને કથાનું શ્રવણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિકતાના પુનઃજાગરણનો નવો યુગ શરૂ થયો છે. ભાગવતકથાના સદ્દકાર્ય દ્વારા યુવા પેઢીમાં અધ્યાત્મ અને સંસ્કારના સિંચન માટે કાર્ય કરનારા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળને અભિનંદન પાઠવ્યા હતા. વ્રજરાજકુમારજી…
Read Moreસરકારી વિનયન કોલેજ તિલકવાડા ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા “કોલેજ પ્લેસમેન્ટ” કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજપીપળા સરકારી વિનયન કોલેજ તિલકવાડા ખાતે તાજેતરમાં જિલ્લા રોજગાર કચેરી- રાજપીપળાના સંકલનથી કોલેજ પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરૂકૂળ મેનેજમેન્ટ બોડેલીના કંપની પર્સન તરીકે દીપકભાઈ ઝાલા અને બૅન્કો પ્રોડક્ટ લિમિટેડમાંથી અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેસમેન્ટ ડ્રાઈવ-ડિસેમ્બર-૨૦૨૪ અંતર્ગત કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી. અન્ય વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ રસ દાખવી કોલેજના કુલ- ૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે તિલકવાડા તાલુકામાંથી પણ અન્ય વિદ્યાર્થીઓ કે જેમણે રોજગાર કચેરીમાં નામ નોંધાવ્યું હતું તેવા ૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કેમ્પમાં ઉપસ્થિત કંપનીપર્સન દ્વારા સૌપ્રથમ પોતાની…
Read Moreવલસાડમાં રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ, ૨૦૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
હિન્દ ન્યુઝ, વલસાડ વિજેતા ૨૦ યુવક – યુવતી સ્પર્ધકોને કુલ રૂ. ૨.૩૪ લાખનું ઈનામ એનાયત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડના પારનેરા ડુંગર પર દ્વિતીય રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું યોજાઈ હતી. વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, અધિક નિવાસી કલેક્ટર એ. આર. જ્હા અને વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે લીલી ઝંડી આપી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિજેતા સ્પર્ધકોને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર અને પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. માત્ર…
Read Moreઅઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શનની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અદ્રશ્ય દુશ્મન ક્યારેય દેખાતા નથી પણ એ દુશ્મનથી વધુ ઘાતક હોય છે. ક્લાઈમેટ ચેન્જ એ મંથર ગતિએ ચાલતા અદ્રશ્ય દુશ્મન છે. ક્લાઈમેટ સામે લડવું એ આપણી અંગત નહી પણ સામુહિક જવાબદારી છે. જેમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જીનો સૌથી મોટો અમૂલ્ય ફાળો રહ્યો છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, સમગ્ર…
Read Moreસુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૯૩.૧૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલા ૨,૯૫૯ ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
હિન્દ ન્યુઝ, સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૯૩.૧૦ કરોડના ખર્ચે રાંદેર, અઠવા અને લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત થયેલા ૨,૯૫૯ ‘પીએમ આવાસોનો ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે યોજાયો હતો. અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રો માં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ…
Read More