હિન્દ ન્યુઝ, જામનગર હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે છેલ્લા ૨૪ કલાકમાં તા.૨૭ ઓગસ્ટના સવારના ૬:૦૦ વાગ્યાથી તા.૨૮ ઓગસ્ટ સવારના ૬:૦૦ વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ ૧૦ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં ૧૫ ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં ૬ ઇંચ, ધ્રોલ તાલુકામાં ૭ ઇંચ, કાલાવડ તાલુકામાં ૧૧ ઈંચ, લાલપુર તાલુકામાં ૧૨ ઇંચ, જામજોધપુર તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે જામનગર…
Read MoreMonth: August 2024
જસદણમાં અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શહેર તેમજ પંથકમાં મેઘરાજા અવિરત હેત વરસાવતા હોવાથી ગંભીરતાને ધ્યાનમાં રાખી નદી કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું વહીવટીતંત્રના પ્રાંત અધિકારી, મામલતદાર, તેમજ ચિફ ઓફિસર, દ્વારા લોકોને સુરક્ષિત જગ્યા સમાન જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે રહેવા તેમજ ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અસરગ્રસ્તો માટે સાંજનું ભોજન માનવતાના ઉપાસક અને પરોપકારી દાતા મહાવિરસિંહજી રાવતબાપુ વાળા (ગિરીરાજ કોટેક્ષ જસદણ) તરફથી પિરસવામાં આવ્યુ હતું આ તકે જસદણ પ્રાંત અઘિકારી, મામલતદાર, ચિફ ઓફિસર, ચેમ્બર ઑફ કોમર્સ ના પ્રમુખ અશોકભાઈ ધાધલ, નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી,…
Read Moreમેઘાણી વંદના – લોકસાહિત્યના સંપાદક અને સંશોધક શ્રી ઝવેરચંદ મેઘાણી
હિન્દ ન્યુઝ, ધરમપુર ગાંધીયુગના ગુજરાતી સાહિત્યના કવિ/ સર્જકોમાં એક માત્ર ઝવેરચંદ મેઘાણી જ એવા કવિ થઈ ગયા કે જેમણે “જનતાના કવિ” તરીકે જબરદસ્ત ચાહના મેળવી છે. લોકસાહિત્યમાં લોકગીતો, રાષ્ટ્રપ્રેમનાં શોર્યગીતો તેમણે બુલંદ અવાજે ગાઈને ઘણી લોકચાહના પ્રાપ્ત કરી છે. તેઓએ કાવ્ય, નાટિકા, નવલકથા, નવલિકા, વિવેચન, નિબંધ,જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, કટાક્ષ, ભાષાંતર અને લોકસાહિત્યનું સંપાદન અને સંશોધન એમ વિવિધ ક્ષેત્રે સર્જન કર્યું છે. લોકસાહિત્યનું સંપાદન અને સંશોધન એ ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યને કરેલી ચિરંજીવ સેવા છે. લોકસાહિત્યની શોધમાં તેઓ કાઠિયાવાડના ગામડે ગામડે રઝળયા છે.…
Read Moreધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરી મા કવિ વીર નર્મદ ની 191 મી જન્મજ્યંતી તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, ધરમપુર સમાજ સુધારક, કવિ, ગધ્ય સાહિત્યકાર વીર નર્મદ લાભશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ ના રોજ સુરત ખાતે થયો હતો. સમાજ સુધારક કવિ વીર નર્મદ કવિતા, ગધ્ય પ્રકારનું સાહિત્ય લખવા સાથે સમાજ સુધારક પણ હતા. દેશમાં ચાલતી અંધશ્રધ્ધાઓ, કુરીવાજોથી સમાજને બચાવવા પૉતાની જાત હોમી દીધી હતી. આજથી ૧૫૦ વર્ષ પહેલા તેમણે સમાજમાં સુધારા થાય તે માટે વિધવા સ્ત્રી જોડે લગ્ન કર્યા હતાં. વીર નર્મદના જન્મદિવસ ૨૪, ઓગસ્ટે આ વર્ષે 191 વર્ષ પૂર્ણ થયા એ નિમિતે તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ* નિમિતે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા…
Read Moreકેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દમણ-દીવ દાદર નગર હવેલીનાં પ્રશાસક પ્રફુલ પટેલ નો જન્મદિવસ ની ઉજવણી
હિન્દ ન્યુઝ, દીવ કેન્દ્રશાસિત દીવમાં આજરોજ પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસ ના અનુક્રમે દીવમાં વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવેલ. જેના ભાગરૂપે આજે નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ અને માછીમારોને કીટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં સફાઈ કર્મચારી બહેનોને સાડી, રેઇનકોટ, લંચબોક્સ અને મીઠાઈનું બોક્સ અને સફાઈકર્મી ભાઈ ને કંબલ, રેઈનકોટ, લંચબોક્સ અને મીઠાઈ નો બોક્સ આપવામ આવેલ. માછીમાર ભાઈઓને લાઈફ જેકેટ નું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામ દરમિયાન નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ હરેશ કાપડિયા સહિતના કાઉન્સિલરો હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારી બેહનો-ભાઈઓ અને…
Read Moreજામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે પરબતભાઈ પાથર નામના વ્યક્તિ ભારે પૂર આવતા લાપતા બન્યા
હિન્દ ન્યુઝ, જામજોધપુર જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં પરબતભાઈ રામાભાઈ પાથર (ઉંમર વર્ષ 50) ગત તારીખ 27/08/2024 ના રાત્રિના અંદાજિત 09:00 કલાકની આસપાસ ઝીણાવારી ગામની બહાર રબારીકાથી ઝીણાવારી વચ્ચે આવેલ વર્તુ નદીના પુલ ઉપરથી ચાલીને પસાર થતા હતા. ત્યારે તે વખતે પુલ ઉપરથી ભારે માત્રામાં પાણી પસાર થતું હોવાથી તેઓ નદીમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. વર્તુ નદીનો પ્રવાહ ત્યાંથી આગળ વધીને મોટી ગોપથી થઈને મોરજર ડેમમાં જાય છે. આથી આ વિસ્તારમાં જે કોઈપણ નાગરિકને આ બાબતે માહિતી મળે તો તુરંત જ મામલતદાર, જામજોધપુર (મો. 9537221156) અથવા તાલુકા…
Read Moreસમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રી એ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોષી, એમ.કે.દાસ સહિત મહેસૂલ, ઊર્જા, આરોગ્ય, પાણી પુરવઠા, માર્ગ મકાન વગેરે સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ…
Read Moreગીર સોમનાથ માર્ગ એન્ડ મકાન વિભાગ(સ્ટેટ) દ્વારા તાલાલા-જામવાળા રોડ પર પડી ગયેલ વૃક્ષ દૂર કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તાલાલા-જામવાળા રોડ પર પડી ગયેલ વૃક્ષને દૂર કરીને વાહન વ્યવહાર શરૂ કરાયો છે. જિલ્લા માર્ગ એન્ડ મકાન વિભાગ (સ્ટેટ)ના જણાવ્યાં મુજબ, તાલાલા-જામવાળા રોડ પર વરસાદ અને પવનને લઈને વૃક્ષ પડી જતા રસ્તો બંધ થઇ ગયો હતો. જેને અનુલક્ષીને માર્ગ એન્ડ મકાન વિભાગના સ્ટાફ દ્રારા વૃક્ષ હટાવવાની ત્વરિત કામગીરી કરીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. વધુમાં, ભારે વરસાદની આગાહીના સંદર્ભે જિલ્લાનાં લોકોને બિન જરૂરી મુસાફરી ટાળવા તેમજ સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Moreજિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ એન.ડી.આર.એફ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત ભારે વરસાદ સહિતની કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા અને રાહત તેમજ બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ સતત તૈનાત છે. એનડીઆરએફની ટીમ ૨૮ જવાનો સાથે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ટીમ કમાન્ડર શ્રી વિનયકુમાર ભાટીએ જણાવ્યું હતું કે, ‘હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. જેને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એન.ડી.આર.એફની ટીમ ખડેપગે તૈયાર છે. જેથી ભારે…
Read Moreગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારની મુલાકાત લેતી એન.ડી.આર.એફની ટીમ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને એનડીઆરએફની ટીમે સ્થાનિક વહીવટી તંત્રની સાથે સંકલન કરી દરિયાકાંઠાના વિસ્તારની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવા સ્થળ મુલાકાત કરી હતી. ટીમ કમાન્ડર શ્રી વિનયકુમાર ભાટીની આગેવાનીમાં એન.ડી.આર.એફની ટીમે જિલ્લામાં કોસ્ટલ એરીયાના જુદા જુદા લો લાઈન ધરાવતાં વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને લોકોને આપદા સમયે તકેદારી રાખવા સમજૂત કર્યા હતાં. એન.ડી.આર.એફની ટીમે સોનારિયા, કાજલી, બાદલપરા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં સ્થાનિક લોકો સાથે સંવાદ કરીને કોઈ પણ મુશ્કેલીના સમયમાં બચાવ કરવા માટે કેવા પગલાઓ ભરવા જોઈએ તેની સમજ સહિત વહીવટીતંત્ર દ્વારા…
Read More