ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરી મા કવિ વીર નર્મદ ની 191 મી જન્મજ્યંતી તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ધરમપુર

    સમાજ સુધારક, કવિ, ગધ્ય સાહિત્યકાર વીર નર્મદ લાભશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ ના રોજ સુરત ખાતે થયો હતો. સમાજ સુધારક કવિ વીર નર્મદ કવિતા, ગધ્ય પ્રકારનું સાહિત્ય લખવા સાથે સમાજ સુધારક પણ હતા. દેશમાં ચાલતી અંધશ્રધ્ધાઓ, કુરીવાજોથી સમાજને બચાવવા પૉતાની જાત હોમી દીધી હતી. આજથી ૧૫૦ વર્ષ પહેલા તેમણે સમાજમાં સુધારા થાય તે માટે વિધવા સ્ત્રી જોડે લગ્ન કર્યા હતાં.

વીર નર્મદના જન્મદિવસ ૨૪, ઓગસ્ટે આ વર્ષે 191 વર્ષ પૂર્ણ થયા એ નિમિતે તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ* નિમિતે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર નર્મદની પ્રતિમા હોવાથી દર વર્ષેની જેમ એ વર્ષે પણ લાઇબ્રેરીમાં વીર નર્મદ ની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાઈબ્રેરીયન, અન્ય સ્ટાફ ગણ તથા મોટી સંખ્યામાં વાચકો હાજર રહી વીર નર્મદની પ્રતિમા ઉપર દીપ પ્રાગટ્ય, ફૂલહાર કરી શ્રદ્ધા સુમન અર્પિત કરી હતી, આ પ્રસંગે લાઈબ્રેરીયન નિમેષ ભટ્ટે વીર નર્મદ વિશે તથા વિશ્વ ગુજરાતી દિવસનું મહત્વ વાચકોને સમજાવ્યું હતું.

રિપોર્ટર : મહેશ ટંડેલ, ધરમપુર 

Related posts

Leave a Comment