હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દિન પ્રતિદિન રસાયણ યુક્ત અન્ન આરોગવાને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડતુ જાય છે. લોકોને હાનિકારક દવાઓથી મુક્ત અનાજ ઉત્પાદિત કરીને લોકોના સારા સ્વાસ્થ્ય સાથે પ્રકૃતિનુ જતન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના ભેટાળી ગામના વતની અનિલભાઈ નારણભાઈ સોલંકીએ નડિયાદ ખાતે સુભાષ પાલેકરજીની શિબિરમાંથી પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મેળવીને ૨૦૧૫થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારૂ એવું આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે. અનિલભાઈએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓનુ વર્ણન કરતા જણાવ્યું હતું. કે, રાસાયણિક ખેતી કરવામાં ખુબજ મુશ્કેલીઓ આવતી હતી અને રાસાયણિક ખાતરના ઉપયોગને લીધે જમીન બિન ઉપજાઉ…
Read MoreMonth: June 2024
ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ઉદ્ભવે તે માટે પૂર્વતૈયારીઓ અંગે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આપ્યું માર્ગદર્શન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગચાળો ન ઉદભવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંચારી રોગ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરએ પીવાના પાણીના તમામ સ્ત્રોતની આજુબાજુ સ્વચ્છતાનું ઉંચુ ધોરણ જળવાય અને ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં ક્લોરીનેશનની કામગીરી યોગ્ય રીતે થાય, રોગચાળો ઉદભવે જ નહીં તે માટે પૂર્વ તૈયારીઓ અને કામગીરી કરવા માટે અધિકારીઓનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેકટરએ જિલ્લામાં ડેન્ગ્યૂ, ટાઈફોઈડ, સિઝનલ ફ્લૂ, પાણીજન્ય બીમારીઓ વગેરે રોગચાળાની સ્થિતિનો તાગ મેળવી રોગચાળા સર્વેલન્સ અને…
Read Moreજિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ, કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સર્વ શ્રી ભગવાનભાઈ બારડ, પ્રદ્યુમન ભાઈ વાજા, વિમલભાઈ ચુડાસમા દ્વારા સાર્વજનિક જગ્યામાં વોલ કમ્પાઉન્ડ, ટેટ્રાપોલ બનાવવામાં ગુણવત્તા, બંદર ખાતે ચાલતી કામગીરી અંગેના પ્રશ્નો, સરકારી હોસ્પિટલને લગતા પ્રશ્નો, ફિશમાર્કેટ, નેશનલ હાઈવે પરના ડિવાઈડર, ફાચરિયા ગામે ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતા. સમસ્યાઓનું નિરાકરણ એ જ એકમાત્ર ઉપાયના સૂત્રને અનુલક્ષીને કલેક્ટરએ જનપ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાનમાં લઈ મિટિંગમાં રજૂ થયેલા પ્રશ્નો…
Read Moreસાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી-જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 21મી સદીમાં ડિજિટલ જગતનો વ્યાપ વધ્યો છે. ડિજિટલ યુગના ફાયદાઓ સામે ગેરફાયદાઓ પણ એટલા જ છે. ડિજિટલ સંશાધનોનો ઉપયોગ વધવાની સાથે જ હેકિંગ, મહત્વના ડેટાની ચોરી, સેક્સટોર્શન, સાયબર બુલિંગ સહિત ફાઈનાન્શિયલ ફ્રોડ જેવા સાઈબર ક્રાઈમ પણ વધ્યા છે. સામાન્ય નાગરિક આ ફ્રોડના અજગર ભરડામાં ફસાઈ પોતાની મહેનતના નાણાં ન ગુમાવે તે માટે ગીર સોમનાથ પોલીસ પણ સતત માર્ગદર્શન આપી રહી છે. તા.01 જાન્યુઆરીથી લઈ 31 મે સુધી ઓનલાઇન નાણાકિય છેતરપિંડીમાં ભોગ બનનારના કુલ રૂ.17,03,801 જેટલી રકમ પરત અપાવી ગીર સોમનાથ પોલીસની સરાહનિય કામગીરી રહી…
Read Moreપ્લાસ્ટ ઓફ પેરિસ તથા કેમિકલયુકત રંગોથી મૂર્તિઓ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં આગામી તા. ૦૭/૦૯/૨૦૨૪ થી તા. ૧૭/૦૯/૨૦૨૪ સુધી ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના બાદ તમામ મૂર્તિઓને પ્રચલિત રીત-રિવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામં આવે છે. સામાન્ય રીતે આવી મૂર્તિઓ પ્લાસ્ટ ઓર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવે છે. જેમાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી આવી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) તથા કેમિકલયુકત રંગોથી બનતી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરતા ઉદ્દભવતી પર્યાવરણીય સમસ્યાઓને મૂર્તિના…
Read Moreઆણંદ જિલ્લાના સારસાના ગ્રામજનોએ પોતિકી સરકાર-પોતાના મુખ્યમંત્રીની લાગણી અનુભવી
જનસેવકની અનોખી જનસંવેદના હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી જનસંવેદનાનો વધુ એક પરિચય આણંદ જિલ્લાના સારસાના ગ્રામજનોને થયો હતો. ભૂપેન્દ્ર પટેલે મૃદુ, મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી તરીકે મેળવેલી લોકચાહના તેમની શુક્રવારે સારસાની મૂલાકાતથી વધુ પ્રબળ બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે ,૧૪મી જૂને સવારે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા મુખ્યમંત્રીના OSD ધીરજ પારેખ સાથે સારસા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સારસામાં સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો…
Read Moreવેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજનું બી.એસ.સી. કેમિસ્ટ્રીમાં ઝળહળતું પરિણામ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની ટી.વાય.બી.એસસી. સેમેસ્ટર-૬ ના જાહેર કરાયેલા પરિણામમાં વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના કેમિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. કોલેજના ૫૬ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓએ ૯૦% કરતા વધારે ટકા પ્રાપ્ત કરેલ છે તેમજ કોલેજનું સમગ્ર પરિણામ ૮૬% રહ્યું છે. ચૌહાણ કિરણે ૯૭% સાથે પ્રથમ ક્રમાંક, ડોડીયા પિન્ટુએ ૯૬.૩૬% સાથે દ્વિતીય ક્રમાંક અને ખાનપરા નિરાલીએ ૯૫.૪૫% સાથે તૃતીય ક્રમાંક મેળવ્યો છે. આમ સર્વાધિક ગુણાંક પ્રાપ્ત કરી સરકારી કોલેજના કેમિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓ અગ્ર રહ્યાં છે. વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા…
Read Moreધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૮મી જૂનથી ખુલ્લું મૂકાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને આગામી તા. ૧૮મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમ ખેતી નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી…
Read Moreવેરાવળ તાલુકાના બી.આર.સી.ભવન ખાતે આવેલા રૂમોના કાટમાળની હરાજી કરાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ બી.આર.સી.ભવન કાર્યાલય બંદર રોડ, કન્યા શાળાની બાજુમાં વેરાવળ ખાતે બી.આર.સી.ભવન વેરાવળના દરવાજાની અંદરની ડાબી અને જમણી તરફ આવેલ રૂમો નંગ–૫ નાં કાટમાળની હરાજી તા.૨૪/૦૬/૨૦૨૪ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે કરવામાં આવશે. સરકારશ્રી દ્વારા આ રૂમોની અપસેટ પ્રાઈઝ રૂ.૧,૨૬,૬૭૬/- નક્કી કરવામાં આવી છે. આ કામમાં રસ ધરાવતી વ્યકિતઓએ નક્કી કરેલ તારીખે અને સમયે હાજર રહેવું. જાહેર હરાજીની શરતો રૂબરૂ વાંચી સંભળાવવામાં આવશે અને હરાજી કરવાના રૂમને જાહેર રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમિયાન જોઈ શકાશે. Advt.
Read Moreઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,વેરાવળ દ્વારા ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી
‘વિશ્વ રક્તદાતા દિવસ’ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. નાગરિકોમાં સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓને તેમના જીવન બચાવનાર રક્ત ભેટ માટે આભાર માનવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની વૈશ્વિક થીમ દર વર્ષે બદલાય છે. આ વર્ષે ‘રક્ત આપવાની ૨૦ વર્ષની ઉજવણી: આભાર રક્તદાતાઓ’ ની વિષયવસ્તુને આધારે તેની ઉજવણી કરવામાં આવી રહી છે.…
Read More