રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયુ કાર્યક્રમ અંતર્ગત

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫-૦૨-૨૦૨૪થી તા.૨૯-૦૨-૨૦૨૪ દરમ્યાન સ્વચ્છતા પખવાડિયું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો, હોકર્સ ઝોન અને શાક માર્કેટ, ફ્લાયઓવર અને અંડરબ્રીજ, ન્યુસન્સ પોઈન્ટ, પબ્લિક પ્લેસ & પ્રોમીનેંટ એરિયાની સફાઈ, કોમ્યુનીટી તથા પબ્લીક ટોયલેટની સફાઈ, આંગણવાડીની સફાઈ (આસપાસની સફાઈ), આરોગ્યકેન્દ્રની સફાઈ (આસપાસની સફાઈ) સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજ તા.૧૭-૦૨-૨૦૨૪ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ…

Read More

સરકારી બોય્ઝ હાઈસ્કૂલ ખાતે ‘મતદાર જાગૃતિ’ અભિયાન અને પ્લાસ્ટિક વેસ્ટ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા અને નાલંદા એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધીનગરના સહયોગથી સરકારી બોયઝ હાઈસ્કુલ, વેરાવળ ખાતે “101 Ways to Reuse Plastic Waste” ટ્રેનિંગ કાર્યશિબિર તેમજ તમામ વિદ્યાર્થીઓમાં મતદાર જાગૃતતા આવે તે હેતુથી ગીર સોમનાથ ચૂંટણીતંત્ર દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર જાગૃતિ સેમિનારમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા એ બાળકોને મતદાર જાગૃતતા વિશે ઘણી રસપ્રદ માહિતીઓ આપી હતી અને પરિવારને મતદાન અવશ્ય કરે તેવો સંદેશો આપવા જણાવ્યું હતું. વેરાવળ સરકારી બોયઝ હાઈસ્કુલના આચાર્ય વી.બી.ખાંભલા અને બી.એલ.ઓ તરીકે પી.આર.વાજાએ જરૂરી…

Read More

ગીર સોમનાથ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા સોમનાથ એકેડમી, કોડિનાર વેરાવળ બાયપાસ ખાતે તા. ૨૩-૦૨-૨૦૨૪ થી તા. ૨૬-૦૨-૨૦૨૪ દરમિયાન દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભમાં તા.૨૩-०૨-૨૦૨૪ના શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) માટે, તા. ૨૪-०૨-૨૦૨૪ના માનસિક ક્ષતિગ્રસ્ત (MR) માટે, તા. ૨૫-०૨-૨૦૨૪ના અંધજન (BLIND) & ડેફ(Hi), તા. ૨૬-०૨-૨૦૨૪ના અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ(BLIND)નું આયોજન કરવામાં આવ્યું છે. જેની તમામ સ્પર્ધકે નોંધ…

Read More

ગીર સોમનાથ જિલ્‍લામાં જૂના વાહનોની લે-વેચ તથા ભાડે આપતા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવું ફરજીયાત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લામાં બહારના રાજ્યોમાંથી તેમજ દેશ બહારથી આવતા અસામાજિક તત્વો રજિસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/ મોપેડ/ અન્ય વાહનો ખરીદી/ લે-વેચ અથવા ભાડેથી મેળવી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનોનું વેચાણ કરનાર તથા આવા જૂના વાહનોની લે–વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર નિયંત્રણો મુકવા જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.આલ દ્વારા જાહેરનામું બહાર પાડી ગીર સોમનાથમાં આધાર પુરાવાઓ વગરના વાહનોની લે વેચ અને ભાડે આપવા પર…

Read More

સોમનાથથી દેવભૂમિ દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાશે: પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. મંત્રીએ ઉમેર્યું કે, બરડો ડુંગર સર્કિટમાં પોરબંદર જિલ્લાની જાબુંવનની ગુફા, મોકરસાગર જળાશય તેમજ જામનગર જિલ્લાના ફૂલનાથ મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના સિદસર તાલુકામાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે. મંત્રીશ્રીએ…

Read More

વેરાવળ ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદથી ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે રાત્રીના સમયે ભૂલા પડેલા ૭૦ વર્ષનાં માનસિક અસ્થિર વૃદ્ધાને તેમના પરિવાર સુધી પહોંચાડ્યા હતાં અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. વેરાવળનાં એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧માં કોલ કરી જણાવ્યું હતું કે, તેમના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા વૃદ્ધ મહિલા એકલા છે અને ભૂલા પડી ગયા છે. વળી, તે વિસ્તારમાં સિંહ-દીપડાની અવર-જવર પણ રહે છે અને રાત્રીના સમયમાં વૃદ્ધાને સુરક્ષાની જરુર છે. આ કૉલથી તાત્કાલિક વેરાવળ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર દાફડા અંજના અને પાઈલોટ બામણિયા રમેશ સહિતની…

Read More

આટકોટ કે. ડી પરવાડીયા હોસ્પિટલની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, આટકોટ       ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આટકોટ ખાતે કે. ડી પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલની શુભેચ્છા મુલાકાત લીધી તેમજ હોસ્પિટલના નવા પ્રોજેક્ટ મેડિકલ કોલેજની માહીતી મેળવી દર્દીઓ સાથે વાત કરી ખબર અંતર પુછેલ. આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘર, બીજેપીના પીઢ આગેવાન અશોકભાઈ મહેતા, પુર્વ કારોબરી ચેરમેન પંકજભાઈ ચાંવ સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

આણંદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નો સમાપન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ         આણંદમા ગુરુવારે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં “સડક સુરક્ષા જીવન રક્ષા” સૂત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ સલામતી માસ – ૨૦૨૪ નો સમાપન કાર્યક્રમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્ર્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ડી.એન.હાઈસ્કુલ, આણંદ યોજવામાં આવ્યો હતો.  આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ વિવિધ માર્ગ સલામતીની બાબતોનું ધ્યાન રાખીને જ આપણે માર્ગ અકસ્માતોને ઘટાડી શકીએ છીએ તેમ જણાવ્યું હ્તું. નાગરિકો દ્વારા પોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન માર્ગ સલામતી માટે અનિવાર્ય છે તેમ જણાવી તંત્ર…

Read More

જસદણ વિછીંયાને 337 કરોડની ભેટ આપતી ગુજરાતની ભાજપ સરકાર 

હિન્દ ન્યુઝ, જસદણ વિછીંયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે ₹૩૩૭ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જેમા નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગના સૌની યોજના લિંક-૪ પેકેજ-૯ વિંછીયા ધારેઈ, આલણસાગર, આધીયા ફીડર પાઇપલાઇન, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ભાડલા અને વિંછીયા જૂથ સુધારણા યોજનાના ખાતમુહૂર્ત તેમજ આટકોટ ખાતે નવુ બનેલ બસ સ્ટેશન, માર્ગ અને મકાન વિભાગના ભડલી ખાતે મેજર બ્રિજ ઘેલો નદી પર, વીંછિયા ખાતે બનેલ આઈ.ટી.આઈ. બિલ્ડિંગના લોકાર્પણ સહિત દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ કરવામા આવેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

ઓડ નગર ખાતે શંકરા આઇ હોસ્પિટલ મોગર તેમજ સ્વ. વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના સૌજન્યથી નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ આણંદના ઓડ નગરમાં તા.૧૫ ના રોજ સી.એચ.સી સેન્ટર ખાતે વિના મૂલ્યે આંખની તપાસ, મોતિયાના ઓપરેશન, ચશ્મા તેમજ આંખની તમામ સમસ્યાઓનું શંકરા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન શિબિરનું આયોજન કરાયેલ. આ શિબિરમાં ૩૫૫ કેસ નોંધાયા તેમાં વિના મૂલ્યે ૨૫૫ ચશ્મા તેમજ ૨૦ કેસ મોતિયાના ઓપરેશન માટે શંકરા આઇ હોસ્પિટલ મોગર ખાતે ખસેડવામાં આવ્યા. આયોજનમાં શંકરા આઈ હોસ્પિટલ સ્ટાફ, ઓડ સી.એચ.સી સેન્ટર ડો.રાજ અને મેડીકલ સ્ટાફ, ઓડ ભાજપ સંગઠનના હોદે્દારો, પત્રકાર રમેશભાઈ રાણા, સેવાભાવી ભાઈ- બહેનો હાજર રહ્યા હતા. સ્વ. વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના, સુદર્શન ન્યુઝ તેમજ હિન્દ ન્યુઝ…

Read More