ગીર સોમનાથ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા સોમનાથ એકેડમી, કોડિનાર વેરાવળ બાયપાસ ખાતે તા. ૨૩-૦૨-૨૦૨૪ થી તા. ૨૬-૦૨-૨૦૨૪ દરમિયાન દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ખેલ મહાકુંભમાં તા.૨૩-०૨-૨૦૨૪ના શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) માટે, તા. ૨૪-०૨-૨૦૨૪ના માનસિક ક્ષતિગ્રસ્ત (MR) માટે, તા. ૨૫-०૨-૨૦૨૪ના અંધજન (BLIND) & ડેફ(Hi), તા. ૨૬-०૨-૨૦૨૪ના અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ(BLIND)નું આયોજન કરવામાં આવ્યું છે. જેની તમામ સ્પર્ધકે નોંધ લેવા તેમજ નિયત કરેલ સમય અને સ્થળે ઉપસ્થિત રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, ગીર સોમનાથ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. તેમજ સ્પર્ધાની વધુ માહિતી માટે શ્રી નરેશભાઈ ગોહિલનો મો. ૯૨૨૮૮૯૨૭૧૭ પર સંપર્ક કરવાનો રહેશે.

Related posts

Leave a Comment