સરકારી બોય્ઝ હાઈસ્કૂલ ખાતે ‘મતદાર જાગૃતિ’ અભિયાન અને પ્લાસ્ટિક વેસ્ટ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

  ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા અને નાલંદા એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધીનગરના સહયોગથી સરકારી બોયઝ હાઈસ્કુલ, વેરાવળ ખાતે “101 Ways to Reuse Plastic Waste” ટ્રેનિંગ કાર્યશિબિર તેમજ તમામ વિદ્યાર્થીઓમાં મતદાર જાગૃતતા આવે તે હેતુથી ગીર સોમનાથ ચૂંટણીતંત્ર દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાર જાગૃતિ સેમિનારમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા એ બાળકોને મતદાર જાગૃતતા વિશે ઘણી રસપ્રદ માહિતીઓ આપી હતી અને પરિવારને મતદાન અવશ્ય કરે તેવો સંદેશો આપવા જણાવ્યું હતું. વેરાવળ સરકારી બોયઝ હાઈસ્કુલના આચાર્ય વી.બી.ખાંભલા અને બી.એલ.ઓ તરીકે પી.આર.વાજાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જ્યારે પ્લાસ્ટિક વેસ્ટ શિબિરમાં પ્રકૃતિ નેચર કલબના દિનેશભાઈ ગોસ્વામી, નાલંદા એજયુકેશન ટ્રસ્ટના મયુરભાઈ જાદવ, કિંજલબેન ઝણકાટ દ્વારા તમામ બાળકોને પ્રકૃતિ અને પ્લાસ્ટીક વેસ્ટના નિકાલ, પ્લાસ્ટીક વપરાશના ગેર ફાયદાઓ અને આડ અસરો તેમજ પ્લાસ્ટીકના વિવિધ કચરાઓનું રીસાઈકલિંગ દ્વારા વિવિધ વસ્તુઓ બનાવવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે તમામ બાળકોને ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર તરફથી અભ્યાસમાં ઉપયોગી ગિફટ અને ચા-નાસ્તો તેમજ ભોજન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વાય.બી.ચાવડાએ કર્યુ હતું. આ તકે, જિલ્લાની ૧૦ શાળાઓમાંથી કુલ ૧૦૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment