હિન્દ ન્યુઝ, કાલાવડ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને જામનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજરોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સાવલી તથા બોડી ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, પી.જી.વી.સી.એલ. સહિતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું…
Read MoreDay: January 2, 2024
ખેલ મહાકુંભ ૨.૦ની સ્પર્ધાઓ માટે તારીખો બહાર પાડવામાં આવી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે સરકારના રમત ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહા કુંભ ૨.૦ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે શાળા કક્ષાએથી લઈ રાજ્ય કક્ષાના તબક્કા સુધી આયોજન કરવામાં આવેલ છે જેના અતર્ગત છોટાઉદેપુર જીલ્લાનો કાર્યક્રમ આ પ્રમાણે નક્કી થયેલ છે. શાળા અને ગ્રામ્યકક્ષાની સ્પર્ધા તા.૩-૪ જાન્યુઆરીના રોજ યોજાનાર છે. તાલુકા કક્ષાની સ્પર્ધા તા.૫ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી દરમિયાન યોજાશે. જીલ્લા કક્ષાની સ્પર્ધા ૧૯ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી યોજાનાર છે. તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધા…
Read Moreબે દિવસમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ.૨૪૪.૫૭ કરોડના પ્રકલ્પોના લોકાર્પણ, લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તા.૩૦-૩૧ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લાના પ્રવાસે હતા. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન મંત્રીએ પ્રજાની સુખાકારીમાં વધારો થાય અને પ્રજાનું રક્ષણ કરતા પોલીસ અધિકારી કર્મચારીઓના પરિવારોની સુખાકારીમાં વધારો થાય તેવા અનેક પ્રકલ્પોમાં લોકાર્પણ – ઇ લોકાર્પણ કર્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ.૨૪૪.૫૭ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોમાં લોકાર્પણ કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, ડિજીટલ યુગમાં રાજ્યના નાગરિકોને સાયબર ફ્રોડથી રક્ષણ આપવાના ઉદ્દેશ સાથે રાજ્યના ૧૪ જિલ્લામાં નવા સાયબર ક્રાઇમ પોલીસ…
Read Moreઆજ તા.૦૨/૦૧/૨૦૨૩ના રોજ ગુજરાત સરકારના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા શહેરી વિકાસના કામો માટે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ચેક અર્પણ સમારોહ
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકાર હસ્તકનાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તે અનુસાર રાજ્યની નગરપાલિકા/મહાનગરપાલિકાઓને શહેરી વિકાસના કામો માટે તા.૦૨/૦૧/૨૦૨૪ને મંગળવારના રોજ માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂ.૨૦૮૪.૦૦/- કરોડના ચેક અર્પણ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ છે. ગાંધીનગર ખાતેઆયોજિત શહેરી વિકાસના કામો માટે ચેક અર્પણ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક…
Read Moreપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મારા હ્રદયની બીમારીની સારવાર વિનામૂલ્યે થઈ : ઇશાકભાઈ પુપર
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર તાલુકાના બેડ ગામે રહેતા ઇશાકભાઈ પુપર જણાવે છે કે, મને હ્રદયની બીમારીની હતી. જેથી હું પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો હતો. હોસ્પિટલ તરફથી સારવારના રૂ.2લાખ થશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ નજીકના સરકારી કેન્દ્રમાં જતાં ત્યાંનાં ડોક્ટરે મને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ અંગે જાણકારી આપવામાં આવતા મેં સરકારની આ યોજનાનો લાભ લીધો અને તેમાં રૂ.10 લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. મારા હ્રદયની બીમારીની સારવાર આ કાર્ડ થકી વિનામૂલ્યે થઈ છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરી તમામ લોકોને પણ નિવેદન કરું…
Read Moreપીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમનો હું બિયરણો લેવા માટે ઉપયોગ કરું છું: ભરતભાઇ કણજારીયા (લાભાર્થી ખેડૂત)
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લોકોને સરકારની ૧૭ જેટલી યોજનાઓના લાભો ઘર આંગણે આપવામાં આવી રહ્યા છે. અને સમજૂતી પણ આપવામાં આવી રહી છે. જામનગર તાલુકાના બેડ ગામના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂત ભરતભાઇ કણજારીયા જણાવે છે કે, આ યોજનાનો લાભ મને મળતા દર વર્ષે રૂ.૬૦૦૦ની સહાય રૂ.૨૦૦૦ના ત્રણ હપ્તા દ્વારા સીધી મારા બેન્ક એકાઉન્ટમાં સરકાર દ્વારા જમા કરવામાં આવે છે. આ પૈસાનો હું ખેતી માટે ઉપયોગી સાધનો, બિયારણ, જંતુનાશક દવાઓ લેવા માટે કરું છું. તે બદલ હું વડાપ્રધાન નો…
Read Moreશ્રી સોમનાથ ટ્રસ્ટ અને ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટ દ્વારા યાત્રી સુવિધા કેન્દ્ર (T.F.C) ખાતે નિ:શુલ્ક દંતયજ્ઞ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે વિના મૂલ્યે સારવાર તથા નિદાન કેમ્પ યોજાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ટી.એફ.સી( ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર) ખાતે દર માસની 1 લી તારીખે દંતચિકિત્સા કેમ્પ સવારે 09:00થી12:30 વાગ્યા સુધી યોજાય છે. આજરોજ આ દંતચિકિત્સા કેમ્પ શ્રી સોમનાથ ટી.એફ.સી (ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર)ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ.જે દંતચિકિત્સા કેમ્પમાં ડોક્ટર,નર્સિંગ સ્ટાફ દ્વારા (63 )જેટલા દર્દીઓનું નિદાન કરી.(40) જેટલા લાભાર્થીઓને બત્રીસી ફીટ કરી આપવામાં આવેલ.જેનો લાભાર્થીઓ એ લાભ લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરેલ. દંતચિકિત્સા કેમ્પનો…
Read Moreજીલ્લા કક્ષાના સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ ખાતે સંપન્ન
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ ખાતે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, ડીડીઓ ગંગાસિંહ, ડીએસપી ઈમ્તિહાસ શૈખ તેમજ પ્રાયોજના વહીવટદાર ની વિશેષ હાજરીમાં વર્ષના પ્રથમ દિવસે સવારે ૭.૩૦ કલાકે સામુહિક સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર શહેરમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં ૨૪૫ યોગ સાધકો સૂર્ય નમસ્કાર કરી જીલ્લા કક્ષાની આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. ગુજરાત રાજ્ય યોગબોર્ડના માગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોએ સુર્ય નમસ્કાર કરીને ચમત્કારિક યોગ પદ્ધતિને પોતાના જીવનનો એક ભાગ બનાવવા માટે ભાગીદારી નોંધાવી…
Read Moreગુજરાતભરમાં સામુહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ થકી વિશ્વ વિક્રમ સ્થાપિત છોટાઉદેપુરના કવાંટ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની એકલવ્ય મોર્ડલ રેસીડેન્સી સ્કુલ ખાતે ગુજરાત સરકાર દ્વારા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજરોજ “સૂર્યનમસ્કાર’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષે સૂરજની પહેલી કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લો કવાંટ તાલુકો પણ આ સિદ્ધિમાં સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. રાજ્યમાં ૫૧ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા માટે…
Read Moreપુરવઠા અધિકારીની કચેરી દ્વારા વાજબી ભાવની દુકાનદારોને સિંગતેલ વિતરણ કરવા માટે સૂચના
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લા પુરવઠા અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાજયમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ માહે જાન્યુઆરી-૨૦૨૪ના મહિના માટે ગોડાઉન ખાતે ખાધતેલના જથ્થાની પરમીટ આપવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને તમામ તાલુકાના વાજબી ભાવની દુકાનના સંચાલકો ફરજીયાતપણે ચલણ જનરેટ કરી ચલણના નાણા ભરે તે માટે સૂચન કરવામાં આવ્યું છે. પુરવઠા અધિકારીશ્રી દ્વારા નિગમના ગોડાઉનો ખાતેથી વાજબી ભાવની દુકાનો સુધી સમયસર જથ્થો પહોચતો થાય તે માટે તકેદારી રાખવા મામલતદારો ને સુચના આપવામાં આવી છે.
Read More