હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે. જામનગર તાલુકાના નાઘેડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આયોજિત તેમજ આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. આ ઉપરાંત, સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ અને ધરતી કરે પુકાર…
Read MoreDay: December 26, 2023
જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ”સુશાસન દિવસ- 2023” ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન દિવંગત અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ દર વર્ષે તા.25 ડિસેમ્બરના રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને જન-જનને સરકારની વિવિધ યોજનાઓ વડે લાભાન્વિત કરવાના ઉમદા ઉદેશ્ય સાથે અટલજીના જન્મદિવસને ”સુશાસન દિવસ : ગુડ ગવર્નન્સ ડે” તરીકે ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે અન્વયે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને પગલે, જામનગર જિલ્લા કલેકટર કચેરીથી જિલ્લા કલેકટર બી.એ.શાહની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીગણ અને કર્મચારીગણ જિલ્લા કક્ષાની સુશાસન દિવસની ઉજવણીમાં સંમિલિત…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જી.આઈ.ડી.સી. ફેઝ-3 માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યનાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જી.આઈ.ડી.સી. ફેઝ-3 માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગત નવેમ્બર-2008 માં જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન, સીડબી બેંક, નવાનગર બેંક તથા અન્ય નાણાંકીય સંસ્થાઓના સહયોગથી રૂ.40 લાખના ખર્ચે મેટાલેબ શરૂ કરવામાં આવી હતી. આ અત્યાધુનિક પ્રોજેકટની વિશેષ નોંધ લઈને તેના વિસ્તરણ માટે રાજય સરકાર દ્વારા રૂ.124.36 લાખના પ્રોજેકટ માટે આર્થિક સહયોગ મંજુર કર્યો હતો. તાજેતરમાં, અત્યાધુનિક સાધન સામગ્રી ધરાવતી મેટાલેબનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે અન્વયે, જી.આઈ.ડી.સી. ફેસ- 2,…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વસઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જામનગર જિલ્લાના દરેક ગામમાં પરિભ્રમણ કરી રહી છે. જામનગર જિલ્લાના વસઈ ગામમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી વિવિધ સરકારી યોજનાઓ નાગરિકોને ઘર આંગણે…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઘુંવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગામમાં પરિભ્રમણ કરી રહી છે. જામનગર જિલ્લાના જામનગર તાલુકામાંં આવેલા ઘુંવાવ ગામમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે ગ્રામજનો દ્વારા મંચસ્થ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય કરાયા બાદ ધુંવાવ પ્રાથમિક શાળાની વિધાર્થીનીનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધુંવાવ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ”ધરતી…
Read Moreવેરાવળની મણીબેન કોટક સ્કુલ ખાતે જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત કાયદાકી શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનથ ગીર સોમનથ જિલ્લા મહિલા બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી કચેરી દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત કાયદાકીય શિબીરનું આયોજન શ્રીમણીબેન કોટક સ્કુલ વેરાવળ ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં વીદ્યાર્થીનીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ જેવીકે સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧,પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અને બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે માહિતી આપવા આવી.સાથે જ…
Read Moreગીર સોમનાથમાં ત્રણ લાખથી વધુ નવી આંબાની કલમોનું વાવેતર, સહાય મેળવવા ૧૦૦૦ કરતાં વધારે અરજીઓ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીરસોમનાથ જિલ્લાની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. જિલ્લાનો તાલાલા-ગીર વિસ્તાર કેસર રીના ગઢ સમાન છે. ગીર ગઢડા તાલુકામાં પણ કેસર કેરીનું વાવેતર દિવસે અને દિવસે વધતું જાય છે. કેરીના તાજા ફળોનું સેવન આરોગ્યની દ્રષ્ટિએ ઉતમ ગણાય છે. ગીરસોમનાથ જીલ્લામાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી કેસર કેરી રાજ્યમાં તેમજ દેશભરના અન્ય શહેરોના માર્કેટ અને એર કાર્ગો મારફત વિદેશ સુધી પહોંચે છે. ઘણા ખેડૂતો કેસર કેરીનું માર્કેટીંગ જાતે કરતાં થયા હોવાથી ભાવો ખૂબ સારા મળે છે. ગીર સોમનાથ જીલ્લામાં હજુ પણ કેસર કેરીનાં નવા વાવેતરની ખૂબ…
Read Moreકોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળી રહે તેવા હેતુસર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નિયત આયોજન મુજબ ભ્રમણ કરી રહી છે.જના ભાગરૂપે ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને “વિકસીત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું તેમજ મેરી કહાની મેરી જુબાની સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ…
Read Moreગીર સોમનાથ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળની સેન્ટ મેરી સ્કૂલ ખાતે ગીર સોમનાથ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએથી વિજેતા થયેલ ખેલાડીઓએ જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાનું કૌવત બતાવશે. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં વિજેતા થનાર તમામ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ઉર્તીણ થયેલા ૪૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૯ થી ૬૫ વર્ષ…
Read Moreઇણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ. કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાની વિવિધ કમિટિઓની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે આરોગ્ય વિભાગની પી.સી.પી.એન.ડી.ટી., ગવર્નીંગ બોડી, જિલ્લા સંચારી રોગ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ મેટરનીટી ડેથ અંગે સમીક્ષા કરી હતી અને મેટરનીટી ડેથ ઘટાડવા અંગે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.ગવર્નીંગ બોડી સમિતિ અંતર્ગત સમિક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત કલેક્ટર દ્વારા વાતાવરણીય બદલાવ અને સંચારી રોગચાળા અને કોવીડના નવા વેરીયન્ટ અટકાયતી પગલાં લેવા માટે સુસજ્જ રહેવા તેમજ જન્મ મરણ નોંધણી અધિનિયમ ૧૯૬૯ અંતર્ગત સમિક્ષા કરી હતી તેમજ બાલસખા કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસણી કરવા…
Read More