હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળી રહે તેવા હેતુસર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નિયત આયોજન મુજબ ભ્રમણ કરી રહી છે.જના ભાગરૂપે ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને “વિકસીત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું તેમજ મેરી કહાની મેરી જુબાની સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ખેતીવાડીની યોજનાઓ સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉતકૃષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર વિધાર્થી, મહિલાઓ અને રમતવીરો સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોન નિદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ૬૦૦થી વધારે ગ્રામજનોએ લાભ લીધો હતો અને ગ્રામજનોએ વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
તદુપરાંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી મુક્તાનંદ બાપુના વરદ હસ્તે સેવા સેતુ કાર્યક્રમ ખુલો મૂકવામાં આવ્યો હતો. જેમા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કોડીનાર તાલુકાના ૨૯ ગામો આવરી લઈ ૧૩ વિભાગની ૫૬ સેવાઓનો લાભ એકજ સ્થળ પરથી લોકોને મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા તાલુકા પંચાયત કોડીનારના પ્રમુખ જીતુભાઈ પરમાર, જિલ્લા પંચાયત ગીર સોમનાથ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન હરિભાઈ જાદવ, તાલુકા પંચાયત કોડીનારના ઉપપ્રમુખ વિશાલભાઈ ગાધે,આગેવાન સર્વ દીપુભાઇ બારડ, રાજેશભાઈ વાઢેલ, હશનભાઈ સીદી, કોડીનાર મામલતદાર રાદડીયા,તાલુકા વિકાસ અધિકારી કોડીનાર બગથરીયા તથા ઘાંટવડ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો, પદાધિકારીઓ, કર્મચારીઓ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.