હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત વિકસિત અને આત્મ નિર્ભર રાષ્ટ્ર બને તેવા સંકલ્પ સાથે વિકાસલક્ષી યોજનાઓનાં લાભો જન જન સુધી પહોંચે અને જરૂરિયાતમંદ લાભાર્થી સરકારશ્રી દ્વારા મળતા લાભો થી વંચિત રહી ન જાય તેવા આશયથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ તળાજા તાલુકાનાં દકાના ગામે આવી પહોચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનાં લાભોનું વિતરણ કરાયું હતું. “મેરી કહાની મેરી જુબાની” થીમ હેઠળ લાભાર્થીઓએ યોજનાકીય લાભોનાં પ્રતિભાવો રજુ કર્યા હતા.
Read MoreDay: December 9, 2023
ગારિયાધારના સુરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજનાઓની ક્વિઝ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામે ગામ જઈ રહી છે. ત્યારે વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીને સીધો જ મળી રહે એવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગારિયાધારના સુરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા શાળાના શિક્ષકો દ્વારા સરકારની વિવિધ યોજનાઓની ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી.
Read Moreવિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત કરતા રામધરીનાં ગ્રામજનો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર તાલુકાનાં રામધરી ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂની ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ રામધારી ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતીઓ આપવામાં આવી હતી તેમજ મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ…
Read Moreવિકસિત ભારત સંકલ્પ યાત્રા – ભાવનગરના વરતેજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો લોકોને સરકારની વિવિધ યોજનાઓ અંગે અવગત કરવાની સાથે વિવિધ લાભોથી લાભાન્વિત કરાયા હતા. વડાપ્રધાનએ આજે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાના વિકાસની સાથે સાથે સમગ્ર દેશના વિકાસમાં સરળતાથી સામેલ થઇ શકે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી રહ્યો…
Read Moreતમને સૌને મતાધિકાર મેળવવાની પ્રેરણા આપવા ચૂંટણી તંત્ર તમારા દ્વારે આવ્યું છેઃ મુખ્ય નિર્વાચન અધિકારી
હિન્દ ન્યુઝ, ભાવનગર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024ના અંતિમ દિવસે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ગાંધીનગરની સી.એમ. પટેલ કૉલેજ ઑફ નર્સિંગની મુલાકાત લઈ લોકશાહીમાં દરેક મતના મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ અંગે મતદાર તરીકે પાત્રતા ધરાવતા યુવાઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું. યુવાઓ સાથે વાત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, આજે ખરા અર્થમાં સશક્તિકરણ એટલે પોતાનું કામ કરવાની સ્વયંભૂ શક્તિ. તમે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છો ત્યારે યુવા તરીકે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી સશક્ત યુવા બનો. માત્ર મતદાર નોંધણી જ નહીં, ચૂંટણીના દિવસે…
Read Moreવિકસિત ભારત સંકલ્પ યાત્રા – ગારિયાધારના સુરનગર ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ઓનલાઇન સંબોધનને ગ્રામજનોએ નિહાળ્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર ગારિયાધાર તાલુકાના સુરનગર ગામે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ઓનલાઇન સંબોધનને ગ્રામજનોએ નિહાળ્યું હતું. વડાપ્રધાનએ આજે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપી લોકકલ્યાણકારી યોજનાની માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી. વધુમાં ગ્રામજનોએ વિકસિત રાષ્ટ્રના નિર્માણની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી. આ તકે ઉપસ્થિત જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા એ ગ્રામજનોને સરકારની પ્રત્યેક યોજનાકીય માહિતીની જાણકારી રાખવા તેમજ યોજનાનો લાભ લઈને લાયક લાભાર્થીઓને જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના…
Read Moreરાણેશરી ગામે ભારત સંકલ્પ વિકાસ યાત્રાનું સ્વાગત
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ તાલુકાના રાણેશરી ગામે ભારત સંકલ્પ વિકાસ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવાની, સાથે બાકી રહેલ લાભાર્થીઓને, લાભાન્વિત માટે ઉપયોગ આવી રહ્યું છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારનાં વ્યક્તિઓને પણ એક જ સમાન અને શહેરી વિસ્તારના એક જ સમાન સુવિધાઓ અને લાભ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાનો ચલાવવામાં આવી રહી છે. તેમાં રાણેશરી ગામે કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદાર કર્મચારીઓ તાલુકા કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓ અને સરપંચ, તલાટી, શાળાના આચાર્ય દલાભાઈ પટેલ, ગોવિંદભાઈ ડાભી…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની – વાંગધ્રા ગામના જતીનભાઈ કુવાડીયાને મળ્યો પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ
હિન્દ ન્યુઝ, ભાવનગર પી.એમ કિસાનના લાભાર્થી અને વાંગધ્રા ગામના વતની જતીનભાઈ કુવાડીયા ખેતીવાડી સાથે સંકળાયેલા છે. પી.એમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૬૦૦૦ની રકમ સીધા એમના બેંક એકાઉન્ટ પર જમા થઈ જાય છે. આ રાશિ નો ઉપયોગ કરીને જતીનભાઈ કુવાડીયાએ બિયારણ અને ખેતી માટે ઉપયોગી અન્ય સામાન ખરીદી કરેલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માંગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી દ્વારા દેશનું આગામી ભવિષ્ય વધુ સ્વસ્થ બને તેની નેમ સાથે વધુ ને વધુ ખેડૂત જોડાય તેવી આશા જતીનભાઈ કુવાડીયાએ વ્યક્ત કરી હતી સાથોસાથ સરકાર નો આભાર પણ માન્યો…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની – વાંગધ્રા ગામના દૂધીબેન પ્રેમજીભાઈને મળ્યો ઉજ્જ્વલા યોજનાનો લાભ
હિન્દ ન્યુઝ, ભાવનગર દૂધીબેન પ્રેમજીભાઈ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામના રહેવાસી છે. તેઓને ઉજ્જ્વલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટરનો લાભ પ્રાપ્ત થયો છે. વાંગધ્રા જેવા છેવાડાના ગામની પણ વિચારણા કરી સરકાર યોજનાઓનુ્ નિર્માણ કરે છે, જેનાં પરિણામસ્વરૂપ અનેક ઘરમાં અજવાળું પ્રગટયું છે. જેથી હવે દૂધીબેનને પણ ચૂલાના આકરા ધુમાડાથી મુક્તિ મળી છે. ઉજ્જ્વલા યોજના થકી સરકાર દરેક પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારીની નિરંતર ચિંતા- વિચારણા કરે છે તે બદલ તેઓ આભાર માને છે.
Read Moreઉમરાળાના વાંગધ્રા ગામના દિવ્યાંગ બાવચંદભાઈ મારૂ ને મળ્યો ઘર આંગળે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ
હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામ- ગામથી જન- જન જોડાઇ રહ્યા છે. આ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં સરકારની વિવિધ જનસુખાકારી યોજનાઓને તમામ નાગરિકો સુઘી પહોંચાડવામાં આવી રહી છે. આજે ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામ ખાતે સંકલ્પ યાત્રા રથનું કલેક્ટર આર. કે. મહેતા અને ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વાંગધ્રા ગામી રાખેલ કિશાન ક્રેડિટ કાર્ડના સ્ટોલમાં ગામના દિવ્યાંગ બાવચંદભાઈ મારૂ કિશાન ક્રેડિટ કાર્ડ માટેનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા ત્યારે સ્થળ પર અધિકારીઓ દ્વારા એમને યોગ્ય માર્ગદર્શન આપીને ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું.
Read More