હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાનાં ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તાર સાફ-સફાઈ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તારની સફાઇ કરવામા આવી હતી અને આ વિસ્તારમાંથી ઝબલા, પ્લાસ્ટિક સહિતની ગંદકી દૂર કરીને સ્વચ્છ બનાવવામા આવ્યો હતો.આ સ્વચ્છતા ઝૂંબેશ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખા કર્મચારીઓ દ્વારા કરવામા આવી હતી.
Read MoreMonth: December 2023
વિકસિત ભારત સંકલ્પ યાત્રા – સિડોકર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વેરાવળ તાલુકાના સિડોકર ગામે પહોંચ્યો હતો અને સિડોકર ખાતે બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષ સ્થાને ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને મહાનુભાવના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી ઉપસ્થિત ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું હતું.
Read Moreકોડીનાર નગરપાલિકા દ્વારા રોણાજ બાયપાસ રોડની થઈ સાફ-સફાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘સ્વચ્છતા હી સેવા’ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરના ડોર ટૂ ડોર કલેક્શન, રોણાજ બાયપાસ રોડ સહિતના રોડની સાફ સફાઇ કરવામા આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન, રોણાજ બાયપાસ રોડની સહિતના વિસ્તારમાથી કચરો ગંદકી સહિત સાફ સફાઇની કામગીરી કરવામાં આવી હતી.
Read Moreધ્રોલ તાલુકામાં આગામી ૨૭ ડિસેમ્બરે ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી એ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૭ ડિસેમ્બરના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં કલેકટર જામનગરના અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી, અરજદારોએ આગામી તા.૨૨ ડિસેમ્બર સુધીમાં ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’…
Read Moreજામનગર જિલ્લાના ફોર વ્હીલર, ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને થ્રી વ્હીલર રીક્ષાના માલિકો જૂની સિરીઝમાં સિલ્વર ગોલ્ડન નંબરમાં ઇ-ઓક્શનમાં ભાગ લઈ શકશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ફોર વ્હીલરની જૂની તમામ સિરીઝ, ટ્રાન્સપોર્ટ વ્હીકલની જૂની તમામ સિરીઝ અને થ્રી-વ્હીલર રિક્ષાની જૂની તમામ સિરીઝના સિલ્વર ગોલ્ડન નંબરના ઈ-ઓક્શનમાં ભાગ લઇ શકશે. ઇ-ઓકશનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા.૧૬/૧૨/૨૦૨૩થી ૨૦/૧૨/૨૦૨૩ તથા ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૦/૧૨/૨૦૨૩થી ૨૨/૧૨/૨૦૨૩ અને આ ઇ-ઓકશનનું પરિણામ તા.૨૨/૧૨/૨૦૨૩ના બપોરે ૦૪ કલાકે જાહેર કરવામાં આવશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ…
Read Moreજામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા.9 ડિસેમ્બરના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આગામી તા.09/12/2023 ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં (૧) ફોજદારી સમાધાનપાત્ર કેસ (૨) નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ચેકનાં કેસ (૩) બેંક રીકવરી દાવા (૪) એમ.એ.સી.પી.નાં કેસ (૫) લેબર તકરારના કેસ (૬) લગ્ન વિષયક તકરારના કેસ (૭) વીજળી અને પાણી બિલ ( સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ (૮) કૌટુંબિક તકરારના કેસ (૯) જમીન સંપાદનના કેસ (૧૦) સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ (૧૧)…
Read Moreજોડીયા તાલુકાના રણજીતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યભરમાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારીને તેનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોની ટી.બી. અને સિકલ સેલની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં 17 ગ્રામજનો જોડાયા હતા. ”મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમજ આયુષ્માન કાર્ડનું વિતરણ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્થ કાર્ડ…
Read Moreજામનગરમાં શહેર કક્ષાએ અને તાલુકા કક્ષાએ કલા મહાકુંભ-૨૦૨૩ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના તાબા હેઠળની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર, જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જામનગર શહેર દ્વારા ચાલુ વર્ષ-2023માં કલા મહાકુંભ કાર્યક્રમમાં જામનગર શહેરની ઝોનકક્ષાએથી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં કુલ ૧૪ કૃતિઓમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ જેવી ૧૪ કૃતિઓની સ્પર્ધા આગામી તા.૧૦/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, ખોડીયાર કોલોની, જામનગર…
Read Moreજામનગર જિલ્લાના સૌપ્રથમ અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું લોકાર્પણ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર ડિસેમ્બર, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે જામનગર તાલુકામાં ઠેબા ચોકડી પાસે આવેલ મરીન ગેસ્ટ હાઉસની બાજુમાં અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું (UWIPTC)લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન્યજીવોની સારવાર માટે શરૂ કરવામાં આવેલ આ સેન્ટર જામનગર જિલ્લાનું સૌપ્રથમ સેન્ટર છે. કેબિનેટ મંત્રી એ અર્બન સેન્ટરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ વન વિભાગના અધિકારીઓ દ્વારા સેન્ટર પર કરવામાં આવતી પ્રવૃત્તિ અંગે મંત્રીને જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જોડિયા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર Bભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જામનગર જિલ્લાના જોડિયા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ વિતરિત કરાયાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની વડાપ્રધાન…
Read More