જામનગર જિલ્લાના ફોર વ્હીલર, ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને થ્રી વ્હીલર રીક્ષાના માલિકો જૂની સિરીઝમાં સિલ્વર ગોલ્ડન નંબરમાં ઇ-ઓક્શનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ફોર વ્હીલરની જૂની તમામ સિરીઝ, ટ્રાન્સપોર્ટ વ્હીકલની જૂની તમામ સિરીઝ અને થ્રી-વ્હીલર રિક્ષાની જૂની તમામ સિરીઝના સિલ્વર ગોલ્ડન નંબરના ઈ-ઓક્શનમાં ભાગ લઇ શકશે. ઇ-ઓકશનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા.૧૬/૧૨/૨૦૨૩થી ૨૦/૧૨/૨૦૨૩ તથા ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૦/૧૨/૨૦૨૩થી ૨૨/૧૨/૨૦૨૩ અને આ ઇ-ઓકશનનું પરિણામ તા.૨૨/૧૨/૨૦૨૩ના બપોરે ૦૪ કલાકે જાહેર કરવામાં આવશે. 

આ પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૦૭ની અંદર ઓનલાઇન સી.એન. એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી ની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મળેલ અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૦૫માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment