હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના તાબા હેઠળની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર, જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જામનગર શહેર દ્વારા ચાલુ વર્ષ-2023માં કલા મહાકુંભ કાર્યક્રમમાં જામનગર શહેરની ઝોનકક્ષાએથી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
જેમાં કુલ ૧૪ કૃતિઓમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ જેવી ૧૪ કૃતિઓની સ્પર્ધા આગામી તા.૧૦/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, ખોડીયાર કોલોની, જામનગર અને શ્રી શિશુ વિહાર હિન્દી હાઈસ્કુલ ખાતે યોજાશે.
આ ઉપરાંત, જામનગર જિલ્લામાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (૧) કાલાવડ તાલુકામાં તા.૦૮ અને ૦૯/૧૨/૨૦૨૩ ના રોજ જે.પી.એસ.સ્કૂલ, કાલાવડ (કન્વીનર રમેશ ડોંગા- મો.નં. ૯૯૭૪૪૦૧૪૭૨) (૨) જોડીયા તાલુકામાં તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ શ્રી સાંઈ માધ્યમિક શાળા, જોડિયા (કન્વીનર જગદીશભાઈ વિરમગામા– મો.નં. ૯૯૭૯૩૯૯૦૬૨) (૩) લાલપુર તાલુકામાં તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ શ્રી સણોસરી માધ્યમિક શાળા, લાલપુર (કન્વીનર ધીરજભાઈ પરમાર- મો.નં. ૯૪૨૬૧૩૮૦૧૦) (૪) ધ્રોલ તાલુકામાં તા.૧૦/૧૨/૨૦૨૩ ના રોજ આર્યવ્રત સ્કૂલ, ધ્રોલ (કન્વીનર અંકિતભાઈ જીવાણી- મો.નં. ૯૦૯૯૭૫૫૦૫૩) (૫) જામજોધપુર તાલુકામાં તા.૧૧/૧૨/૨૦૨૩ ના રોજ વિજાપુરા વિદ્યા સંકુલ, સીદસર (કન્વીનર કેવિનભાઈ ફળદુ– મો.નં. ૯૪૨૯૧૪૧૮૮૪) અને (૬) જામનગર તાલુકામાં તા.૧૧/૧૨/૨૦૨૩ ના રોજ ધ પટેલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, ધ્રાંગડા, જામનગર (કન્વીનર કેતનભાઈ વાળા– મો.નં. ૯૭૨૫૯૨૨૭૪૭) ખાતે યોજાશે.
જેથી, ઝોનકક્ષાની સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવેલા સ્પર્ધકોએ ઉક્ત તારીખ અને સ્થળે સવારે ૮:૩૦ કલાકે શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, ખોડીયાર કોલોની, જામનગર ખાતે રીપોર્ટીંગ કરવાનું રહેશે. તેમજ તાલુકા કક્ષાની સ્પર્ધા માટે જે-તે તાલુકા સ્પર્ધાના અત્રે જણાવેલા સ્થળે અને તારીખે સવારે ૮:૩૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે.
આ અંગે વધુ વિગતો મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં.- ૦૨૮૮- ૨૫૭૧૨૦૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ, જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.