જિલ્લા પંચાયત ગીર સોમનાથ ખાતે જિલ્લા કક્ષાનાં આવકનાં અંદાજો તૈયાર કરવા તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા માનવ વિકાસ સુચક આંકનાં ભાગરૂપે જિલ્લા આવકના અંદાજો તૈયાર કરવા માટે સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર હેઠળની નિયામકશ્રી અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર નિયમકની કચેરી,ગુજરાત રાજ્ય, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી તાલીમનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ભારત સરકારના સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓફીસનાં નિતી નિર્ધારણ મુજબ નિયત થયેલ દિશા નિર્દેશ મુજબ જિલ્લા આવકના અંદાજો તૈયારની કામગીરી તૈયાર કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિયામક તથા તેમની સમગ્ર ટીમ દ્વારા વિસ્તૃત છણાવટથી જિલ્લા કક્ષાએ વર્ષ:-૨૦૨૧-૨૨ તથા વર્ષ:-૨૦૨૨-૨૩નાં પ્રાથમિક ક્ષેત્રનાં આવકના…

Read More

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને નવાબંદર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું ઉષ્માભર્યુ સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. નવાબંદર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ઉપરાંત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને સ્થળ પર જ ૬ નવા આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”…

Read More

પ્રભાસ પાટણ ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા શિક્ષણ તાલિમ ભવન ગીર સોમનાથ દ્વારા ‘જિલ્લા વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ-૨૦૨૩’નું જિલ્લા કક્ષાનું આયોજન તા.૪,૫ અને ૬ દરમિયાન શ્રી ધર્મભક્તિ લોક વિજ્ઞાન કેન્દ્ર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસપાટણ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓના પ્રાથમિક વિભાગમાંથી ૩૦ કૃતિઓ અને માધ્યમિક વિભાગમાંથી ૩૦ એમ કુલ ૬૦ કૃતિઓ આવી હતી.             તા.૦૫ ડિસેમ્બરના રોજ નિર્ણાયકો દ્વારા કૃતિઓ નિહાળી અને નિર્ણય નક્કી કરેલ તેમજ ૪૫ જેટલી શાળાઓના આશરે ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શની નિહાળી હતી. આ તકે વિજેતા…

Read More

વેરાવળ એસ.ટી.ડેપોમાં ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ કેમ્પેઇન-૨૦૨૩નો તા.૨ ડીસેમ્બરના રોજ રાજ્ય વ્યાપી શુભારંભ થયો હતો. જે અંતર્ગત વેરાવળ એસ ટી બસ સ્ટેશન ખાતે એસટી બસ અને બસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવા શુભ હેતુસર જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અંતર્ગત બસોમા તેમજ એસટી ડેપો ખાતે ડસ્ટબીન મૂકવામાં આવ્યા હતા તેમજ બસમાં મુસાફરો વાંચી શકે તે પ્રમાણે સ્વચ્છતા…

Read More

કોડીનાર નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત થઈ સાફ-સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ    ગીર-સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી “સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના સોસાયટી વિસ્તારની સફાઇ તથા શૌચાલય સહિતના વિસ્તારમાથી કચરો ગંદકી સહિતની સાફ સફાઇ કરીને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા.

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા વિશ્વ માટી દિવસની થઈ ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંદાજે ૫૦ સહભાગીઓ તેમજ ખેડૂતમિત્રો સાથે વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું અને એસ ટી હડીયાલે ઉદ્ઘાટન પ્રવચન આપી અને જમીન આરોગ્ય દિવસની ઉજવણીના મહત્વ વિશે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે DEE-જે.એ.યુ-જૂનાગઢના ડૉ.એન.બી.જાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જમીન પરીક્ષણના આધારે પાક ઉત્પાદન અને ખાતરના ઉપયોગ માટે જમીનના સ્વાસ્થ્યના મહત્વ વિશે સમજાવ્યું હતું. SSH KVK કોડીનારના જીતેન્દ્ર સિંહે સોઇલ હેલ્થ કાર્ડનું…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા – મેરી કહાની મેરી જુબાની

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેનો મૂળ ઉદ્દેશ્ય રાજ્યના છેવાડાના માનવીને સરકારી યોજનાઓની જાણકારી મળવા સાથે પાત્ર ધરાવતા લાભાર્થીઓને યોજનાઓના લાભ આપવાનો છે. આ યાત્રા દરમ્યાન દરેક ગામમાં અનેક લાભાર્થીઓ પોતાને મળેલ સરકારી યોજનાઓના લાભો અંગે પ્રતિભાવો આપી રહ્યા છે.  પાવી જેતપુર તાલુકાના ભીંડોલ ગામના રહેવાસી મેઘાબેન રાઠવા પોતે ધાત્રીમાતા છે. એમણે માતૃશક્તિ યોજનાનો લાભ ગામની જ આંગણવાડી પરથી માહિતી મેળવીને જરુરી પ્રક્રીયા પૂર્ણ કરીને આજે તેઓ પોતે દર મહિને પોષણયુક્ત આહારના ૪ પેકેટ મેળવી રહ્યા છે. મેધાબેન જણાવે છે કે, દર…

Read More

વિકસિત સંકલ્પ યાત્રા પાવી-જેતપુરના ભીંડોલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદપુર     વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજરોજ પાવી-જેતપુર તાલુકાના ભીંડોલ ગ્રામ પંચાયતમાં આવી પહોચી હતી. જેમાં KCC , માય ભારત એપ રજીસ્ટ્રેશન, આરોગ્ય શિબિર જેવા લાભો આપવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય શિબિરમાં કૂલ ૧૮૧ લાભાર્થીઓ જોડાયા હતા. આ સિવાય ૫ સગર્ભા-ધાત્રીમાતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ૨૦ સગર્ભા બહેનોનું વજન, ઊંચાઈ અને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી ઉપરાંત આંગણવાડીના ૭૫ બાળકોની તપાસ કરવામાં આવી હતી. આયુષ્યમાન ભારત અંતર્ગત ૫૩ લાભાર્થીઓના સ્થળ પર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, સરપંચ ધર્મિષ્ઠાબેન, તાલુકા…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં હથિયારો ઉપર મુકાયો પ્રતિબંધ 

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી.ભગતએ પોલીસ અધિક્ષકની દરખાસ્તને આધારે જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.   જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૦૫/૧૨/૨૦૨૩ થી ૦૨/૦૨/૨૦૨૪ સુધી (બંને દિવસો સહિત) શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર (અઢી ઇંચથી વધારે લાંબું છેડેથી અણીવાળું પાનું હોય) જેવા ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી ચીજો લઇ જવાની કે અન્ય…

Read More

છોટાઉદેપુર જિલ્લાના હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ પથિક સોફટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લાના શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસમાં આવતા આગંતુકોને રૂમ ભાડે આપતી વખતે રૂમ ભાડે રાખનાર પાસેથી તેઓની ઓળખાણના પુરાવા જેવા કે, ઓળખકાર્ડ, આધારકાર્ડ, ઇલેકશનકાર્ડ, પાનકાર્ડ વિગેરેની નકલો મેળવીને રૂમ આપે તેનું અલાયદું રજીસ્ટર નિભાવવું જરૂરી છે. સાથો સાથ રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર, સ્કેનર રાખી અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઇન્સ્ટોલ કરાવી તેમાં રોજે રોજની વિગતો અપલોડ કરી અદ્યતન રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી ભગતએ પોલીસ…

Read More