વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા ગટરોની સાફ સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાનાં ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા મહિલા મંડળ રોડની ગટરોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા મહિલા મંડળ રોડની ગટરોમાંથી જામેલો કાદવ-કિચડ, કચરો સહિતની ગંદકી દૂર કરીને સાફ સફાઈ કરવામાં આવી હતી.

Read More

ઉના તાલુકાના ખાણ ગામ ખાતે ડ્રોન નિદર્શન કરાયુ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યાં. જેમાં ઉના તાલુકાના ખાણ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને ડ્રોનનુ નિદર્શન કરાયું હતું.

Read More

ગીર સોમનાથના ખાંભા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના તાલુકાના ખાંભા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ આવી પહોંચ્યો હતો. જ્યાં બાળાઓ દ્વારા રથનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાx પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો. જેમા અગ્રણી પ્રતાપભાઈ બારડે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજનાકીય લાભો છેવાડા લોકો સુધી પહોચી રહ્યા છે. અગ્રણી શૈલેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે, આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના માધ્યમથી સરકાર ગામે ગામ અને જન જન સુધી વિવિધ યોજનાઓના લાભો…

Read More

વેરાવળ ફિશરિઝ કોલેજ ખાતે “વ્હેલ શાર્ક દિવસ-૨૦૨૩”ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત વન વિભાગ તેમજ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, પ્રોજેક્ટ પાર્ટનર ટાટા કેમિકલ્સ લિમિટેડ તેમજ ગુજરાત રાજ્યના દરિયાકિનારે વસતા માછીમાર સમુદાય સાથે મળીને ૧૬૦૦ કિ.મી લાંબા દરિયાકિનારે વ્હેલ શાર્કના સંરક્ષણ માટે ઘણી ઉત્તમ કામગીરી કરી છે. વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ આવે તેવા હેતુસર ફિશરિઝ કોલેજ વેરાવળ ખાતે “ગુજરાત વ્હેલ શાર્ક દિવસ – ૨૦૨૩”ની ઉજવણી કરવામાં આવી હતી. વ્હેલ શાર્ક માછલીને વનવિભાગના નિયમો હેઠળ રક્ષણ પણ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ફિશરીઝ કોલેજ ખાતે ચોક્સી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ‘સેવ ધ વ્હેલ શાર્ક’ નાટકની…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે તથા આસપાસના એરીયામાં સઘન સફાઈ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તથા સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૨/૧૨/૨૦૨૩ ના રોજ આજી નદી કાંઠે શ્રી રામનાથ મહાદેવ મંદિર સાઈટ ખાતે તથા આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.         તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી રામનાથ મહાદેવ અને આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રહે તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા…

Read More

કાર્તિક માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ  સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચતા હોય છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટની 122મી બેઠકમાં ટ્રસ્ટના માન.અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવાયેલ સંકલ્પ અનુસાર પ્રત્યેક માસિક શિવરાત્રી પર હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર મંદિર સમીપ યજ્ઞશાળામાં સચિવ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક મહારુદ્ર કરાવવામાં આવે…

Read More

જામજોધપુર તાલુકાનાં ચિરોડાસંગ તથા કલ્યાણપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉત્સાહભેર આવકારતા ગ્રામજનો

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનાં ચિરોડાસંગ તથા કલ્યાણપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાયેલ આરોગ્ય કેમ્પમાં, ગ્રામજનોની ટી.બી, સિકલ સેલ સહીતની આરોગ્ય તપાસ કરાઈ હતી. તેમજ પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. જેની લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી.  આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા…

Read More

જામનગર જિલ્લાને મળી પાંચ મોબાઈલ પશુવાન

હિન્દ ન્યુઝ, જામનગર        રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર તાલુકાના નારણપર ગામેથી જિલ્લાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પાંચ મોબાઈલ પશુવાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મોબાઈલ પશુવાન થકી પશુપાલકોના પશુઓને ઘર આંગણે સારવાર મળી રહેશે. અને પશુઓની તાત્કાલિક સારવાર થઈ શકશે. એક પશુવાન ૧૦ ગામડાઓને આવરી લેશે.  જામનગર જિલ્લાના ક્યા-ક્યા વિસ્તારોમાં સેવા આપશે ? જામનગર (ગ્રામ્ય) તાલુકામાં નાઘેડી, ગોરધનપર, ખારા બેરાજા, ઢીંચડા, વિભાપર, નવા નાગના, જુના નાગના, મોરકંડા, ખીમલીયા, ધુંવાવ, સિક્કા, મૂંગણી, ગાગવા, દિગ્વિજય ગ્રામ, નાની ખાવડી, મોટી ખાવડી,…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના નારણપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર સરકાર વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી જામનગર તાલુકાના નારણપર ગામે એચએમ નંદા માધ્યમિક શાળા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કંકુ તિલક કરીને રથને આવકારવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી એ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાની જાગૃતિ ફેલાવવા…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના સુમરી ગામમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો અર્પણ કરાયા જામનગર તા.૧૧ ડિસેમ્બર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર અને તેના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગત તા.૧૫મી નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત, જામનગર તાલુકાના સુમરી (ધુતારપર) ગામમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું…

Read More