કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના નારણપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

સરકાર વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી જામનગર તાલુકાના નારણપર ગામે એચએમ નંદા માધ્યમિક શાળા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કંકુ તિલક કરીને રથને આવકારવામાં આવ્યો હતો. 

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી એ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાની જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું દેશભરમાં આયોજન થઈ રહ્યું છે. રાજ્યના દરેક નાગરિક રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાના લાભો લાભાર્થીઓ સૂફી પહોચાડી શકાય તેવા શુભ હેતુથી ગામડાઓમાં પણ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. જરૂરિયાતમંદ દરેક લોકોને પાયાની સુવિધાઓ મળી રહે અને તેમની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મહત્વની ૧૭ યોજનાઓના લાભ લોકોને આપવામાં આવી રહ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સમગ્ર દેશવાસીઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમના આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. 

આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ધરતી કહે પુકાર અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ મેરી કહાની મેરી જુબાની થાકી લાભાર્થીઓએ સાફલ્યગાથા વર્ણવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે હર ઘર જલ યોજના અંતર્ગત નારણપરને અભિનંદન પત્ર વિતરણ, સ્વામિત્વ યોજના હેઠળ રેકર્ડ ડિજિટલાઇઝેશનનું પ્રમાણપત્ર, આભાકાર્ડ, પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, ઉજવલ્લા યોજના, અન્નપૂર્ણા યોજના જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કળવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવોએ વિવિધ વિભાગના સ્ટોલની મુલાકાત, વાનગી નિર્દેશન કર્યું હતું.તેમજ જીએસએફસી દ્વારા રાખવામાં આવેલા ડ્રોન નિર્દેશન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંતર્ગત શપથ લીધા હતા.    

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર, બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી પ્રવિણાબેન, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી ચંપાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલભાઈ ગઢવી, કુમારપાળસિંહ રાણા, અગ્રણીઓ, અધિકારી ઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.               

Related posts

Leave a Comment