જામનગર જિલ્લાને મળી પાંચ મોબાઈલ પશુવાન

હિન્દ ન્યુઝ, જામનગર  

     રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર તાલુકાના નારણપર ગામેથી જિલ્લાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પાંચ મોબાઈલ પશુવાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મોબાઈલ પશુવાન થકી પશુપાલકોના પશુઓને ઘર આંગણે સારવાર મળી રહેશે. અને પશુઓની તાત્કાલિક સારવાર થઈ શકશે. એક પશુવાન ૧૦ ગામડાઓને આવરી લેશે. 

જામનગર જિલ્લાના ક્યા-ક્યા વિસ્તારોમાં સેવા આપશે ?

જામનગર (ગ્રામ્ય) તાલુકામાં નાઘેડી, ગોરધનપર, ખારા બેરાજા, ઢીંચડા, વિભાપર, નવા નાગના, જુના નાગના, મોરકંડા, ખીમલીયા, ધુંવાવ, સિક્કા, મૂંગણી, ગાગવા, દિગ્વિજય ગ્રામ, નાની ખાવડી, મોટી ખાવડી, સાપર, બેડ, રસુલનગર અને વસઈ. કાલાવડ તાલુકામાં ખંઢેરા, હરિપર (ખંઢેરા), વોડીસાંગ (રણુજા), મોટી માટલી, જીવાપર, સતીયા, નાગપુર, ગોલણીયા, મોટી નાગાજાર, નાની નાગાજાર અને વીરવાવ. ધ્રોલ તાલુકામાં ભેંસદડ, નાના વાગુદડ, મોટા વાગુદડ, જાયવા, લૈયારા, હરિપર, સગાળીયા, સુધાધુના, ધરમપુર, હજામચોરી, હાડાટોડા, માણેકપર, નાના ગરેડીયા, ખારવા, રાજપર, સુમરા, પીપરટોડા, મોટા ઈટાળા, જાલીયા દેવાણી, હમાપર, બીજલકા, મોડપર, ગોલીટા, કાતડા, સણોસરા/છલ્લા અને ગઢડામાં પશુવાન થકી પશુઓને સારવાર મળી રહેશે.

Related posts

Leave a Comment